Today Gujarati News (Desk)
ગુજરાત વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે. પરંતુ આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સત્રની કામગીરીમાં હાજર રહ્યાં નહોતા. તેમને અચાનક દિલ્હીથી તેડુ આવતાં તેઓ દિલ્હી દોડી ગયાં હતાં. તેઓ ગઈકાલે મોડી રાત્રે જ દિલ્હી પહોંચી ગયા હતાં. તેમની આ મુલાકાતને લઈને અનેક તર્ક વિતર્ક થઈ રહ્યાં છે. તેમણે દિલ્હી જઈને વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરી હતી. સુત્રો દ્વારા એવું જાણવા મળ્યું છે કે આ બેઠકમાં રાજ્યના વિકાસને લઈને ચર્ચાઓ કરવામાં આવી હતી.
વડાપ્રધાન મોદી આગામી આઠમી માર્ચે અમદાવાદ આવી રહ્યાં છે. અમદાવાદમાં બોર્ડર ગાવસ્કર ટ્રોફી અંતર્ગત ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચોથી ટેસ્ટ મેચ રમાવાની છે. ત્યારે વડાપ્રધાન મોદી અને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન અમદાવાદના મોદી સ્ટેડિયમમાં આ મેચ નિહાળશે. સુત્રો એવું પણ જણાવી રહ્યાં છે કે, ગુજરાતના વિવિધ પ્રોજેક્ટોને લઈ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ચર્ચા કરી છે તેમજ વિવિધ બાબતોને લઈ બેઠક પણ યોજી છે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અચાનક જ ગઈકાલે મોડી રાત્રે દિલ્હી પહોંચ્યા હતા. તેમની દિલ્હી મુલાકાતને લઈ અનેક તર્ક વિતર્ક શરૂ થયા છે. આ મુલાકાતને લઈ નવાજૂની એંધાણ હોવાની પણ ચર્ચાએ જોર પકડ્યું છે. મુખ્યમંત્રીના દિલ્હી પ્રવાસને લઈ તેઓ વિધાનસભા કામગીરીમાં હાજર રહી શક્યા નથી. ભૂપેન્દ્ર પટેલ થોડા દિવસ અગાઉ પણ દિલ્હીના પ્રવાસે ગયા હતા. ભાજપની રાષ્ટ્રીય કારોબારી બેઠકમાં ભાગ લેવા ભૂપેન્દ્ર પટેલ દિલ્હી ગયા હતા. જેમા તેઓએ G20 અંગે બેઠક અંગે પણ ચર્ચા કરી હતી.