Today Gujarati News (Desk)
અંડર-19 મહિલા વર્લ્ડકપમાં ભારતીય ટીમે શાનદાર પ્રદર્શન જાળવી રાખતા ફાઈનલમાં સ્થાન મેળવ્યું છે. શુક્રવારે પોચેફસ્ટ્રમના સેનવેસ પાર્કમાં રમાયેલી સેમિફાઈનલમાં ભારતીય મહિલા ટીમે ન્યૂઝીલેન્ડને 8 વિકેટે કચડી નાખ્યું. હવે ફાઈનલમાં ભારતનો સામનો ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાનારી બીજી સેમિફાઈનલમાં જીતનાર ટીમ સાથે થશે.
ભારતીય ટીમને જીત માટે 108 રનનું લક્ષ્ય મળ્યું હતું
ભારતીય ટીમને જીત માટે 108 રનનું લક્ષ્ય મળ્યું હતું જેને તેણે 14.2 ઓવરમાં પ્રાપ્ત કરી આ વિજય પ્રાપ્ત કર્યો હતો. શ્વેતા સેહરાવતે ફરી એકવાર દમદાર ખેલ બતાવતા ૪૫ બોલમાં અણનમ 61 રન કર્યા હતા જેમાં તેણે 10 ચોગ્ગા ફટકાર્યા હતા. જ્યારે સૌમ્યા તિવારીએ 22 રનની ઇનિંગ રમી હતી. જોકે સુકાની શેફાલી વર્મા આ મેચમાં કમાલ બતાવી શકી નહતી. તે 10 રનમાં આઉટ થઇ ગઈ હતી. ટોસ હારી પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી કીવી ટીમની શરૂઆત ખરાબ રહી હતી
ટોસ હારી પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી કીવી ટીમની શરૂઆત ખરાબ રહી હતી અને તેણે ૫ રનના સ્કોર પર ઓપનિંગ બેટ્સમેનની વિકેટ ગુમાવી હતી. એના બ્રાઉનિંગ(1) ને જ્યાં મન્નત કશ્યપે સૌમ્યા તિવારીના હાથે કેચ આઉટ કરાવી. ત્યાં એમા મેકલિયોડને બે રન પર ટાઈટ્સ સાધુએ એલબીડબ્લ્યૂ કરી હતી. ન્યૂઝીલેન્ડની ટીમ 20 ઓવરમાં 9 વિકેટે ફક્ત 107 રન જ કરી શકી હતી.