Today Gujarati News (Desk)
અંબાજી મંદિરમાં મોહનથાળનો પ્રસાદ બંધ કરવાના નિર્ણય સામે ગામ લોકોએ વિરોધ કર્યો છે. મંદિરના સંચાલકોન દ્વારા પ્રસાદમાં હવે મોહનથાળના બદલે ચીકીનો પ્રસાદ વિતરણ કરવામાં આવી રહ્યું છે. હવે આ મામલે ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. હિન્દુ હિત રક્ષા સમિતિએ ઉગ્ર આંદોલનની ચીમકી આપી છે. ગુજરાતના પ્રસિદ્ધ યાત્રાધામાં જેનો સમાવેશ થાય છે તે અંબાજી મંદિરમાં હવે પ્રસાદીને લઈને વિવાદ સર્જાયો છે. મંદિરના સંચાલકો દ્વારા મોહનથાળની જગ્યાએ ચીકીનો પ્રસાદ આપવામાં આવતા આ વિવાદ વકર્યો હતો. હિન્દું હિત રક્ષક સમિતિ દ્વારા આ ચીકીના પ્રસાદનો વિરોધ કર્યો છે. આ બાબતે સમિતિએ અંબાજી મંદિરના ટ્રસ્ટીઓને 48 કલાકનો ટાઈમ આપવામાં આવ્યો છે. જો 48 કલાકમાં મોહનથાળનો પ્રસાદ ફરી શરુ કરવામાં નહી આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી. આ ઉપરાંત અંબાજી બંધ રાખવાની પણ તૈયારી દર્શાવી હતી. ચીકીનો પ્રસાદ શરુ કરવામાં આવતા હાલ પુરતો મોળનથાળના પ્રસાદ બનાવવાની કામગીરી બંધ કરવામાં આવી છે.
ચીકીનો પ્રસાદ શરુ કરવાનું કારણ
અંબાજી મંદિરમાં ચીકીનો પ્રસાદ શરુ કરવા પાછળનું કારણ જણાવતા કલેક્ટરે જણાવ્યુ હતું કે મંદિરના ટ્રસ્ટીઓને અનેક રજૂઆત મળી હતી અને આ રજૂઆત બાદ પ્રશાસને નિર્ણય લીધો છે. ચીકીનો પ્રસાદ સૂકો હોવાથી ભક્તો તેને ત્રણ મહિના સુધી રાખી શકે છે.