Today Gujarati News (Desk)
ગુજરાતમાં ફરી એકવાર કાતિલ ઠંડીનો રાઉન્ડ શરુ થઈ ગયો છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી ચોવીસ કલાક બાદ રાજ્યમાં કાતિલ ઠંડી પડશે. રાજ્યમાં પવનની દિશા બદલાતા કાતિલ ઠંડીનો (Gujarat Winter Forecast) અહેસાસ ગુજરાતીઓને થશે. રાજ્યના અનેક વિસ્તારોમાં તાપમાનનો પારો બેથી ત્રણ ડિગ્રી સુધી ઘટશે અને હાડ થીજવતી ઠંડીનો અહેસાસ થશે. આ સિવાય ઠંડા પવન પણ ફૂંકાશે. બે દિવસ માવઠુ થઈ શકે છે. 23થી 29 જાન્યુઆરીના સમયગાળા દરમિયાન માવઠાની શક્યતા રહેલી છે. રાજ્યના કેટલાંક વિસ્તારોમાં કમોસમી વરસાદ પણ જોવા મળી શકે છે.3-4 માર્ચથી ગરમી શરૂ થશે
અંબાલાલ પટેલે જણાવ્યું કે, જાન્યુઆરીના અંતમાં અને ફેબ્રુઆરીની શરૂઆતમાં જે ઠંડી પડશે તે આકરી હશે. આ સાથે રાજ્યમાં આગામી 20મી ફેબ્રુઆરીથી ગરમીની શરૂઆત થશે. એટલું જ નહીં, 3-4 માર્ચથી ગરમીમાં વધારો થશે. 26 એપ્રિલે 45 ડિગ્રી કરતા વધુ તાપમાન નોંધાશે. 26 એપ્રિલ પછી સમુદ્રમાં હલચલ શરૂ થશે. 10 અને 11 મેના રોજ બંગાળના ઉપસાગરમાં વાવાઝોડું આવશે.આ રાજ્યોમાં વરસાદની આગાહી
હવામાન વિભાગે આગામી 24 કલાકમાં કોલ્ડવેવની સ્થિતિમાં ઘટાડો થવાની આગાહી કરી છે. દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થવાનો અંદાજ છે. પરંતુ આ પછી વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. 20 જાન્યુઆરીની રાત્રે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હિમાલય વિસ્તારમાં પહોંચશે, જે 25 જાન્યુઆરી સુધી રહેશે. જેના કારણે 21 જાન્યુઆરીથી પહાડો પર હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. તે જ સમયે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે, 23 થી 25 જાન્યુઆરી સુધી ઉત્તર પશ્ચિમ ભારતના મેદાની વિસ્તારોમાં વરસાદની સંભાવના છે. આ રાજ્યોમાં વરસાદ પડી શકે છે.હવામાન વિભાગની આગાહી મુજબ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ફરીથીં ઠંડીનો ચમકારો વધશે. અમદાવાદમાં 22થી 24 જાન્યુઆરી કડકડતી ઠંડી પડશે અને તાપમાન 10 ડિગ્રીથી નીચે જઈ શકે છે. જેના કારણે આગામી ત્રણ દિવસ અમદાવાદમાં 11થી 13 ડિગ્રીની આસપાસ તાપમાન રહેવાની સંભાવના છે. આગામી 24 કલાક બાદ પવનની દિશા પણ બદલાશે. પવનની દિશા બદલાવવાના કારણે ઠંડી વધી શકે છે. હાલમાં રાજ્યમાં 10 થી 15 કિલોમીટર પ્રતિ કલાક પવન ફૂકાંઇ રહ્યો છે.