Today Gujarati News (Desk)
(રીના પરમાર, બનાસકાંઠા)
પાલનપુરમાં સાયબર ક્રાઈમના અપરાધી ગેંગ સભ્યોએ એક વેપારી સાથે વિચિત્ર રીતે છેતરપિંડી કરી છે.આ વેપારી ઓનલાઈન પેટ્રોલ પંપ ડીલરશીપનો વિકલ્પ શોધી રહ્યો હતો. ત્યાં તેમને દેશની પ્રખ્યાત HPCL કંપનીનું નામ બતાવવામાં આવ્યું હતું. જેથી તેણે ઓનલાઈન અરજી કરી હતી. પરંતુ તે નકલી વેબસાઇટ હતી. ગુંડાઓએ આ તક ગુમાવી ન હતી.અને પેટ્રોલ પંપ ડીલરશીપનું બનાવટી લાઇસન્સ, નકલી GST બિલ મોકલીને સાયબર ક્રાઈમ દ્વારા વેપારીને ફસાવ્યા હતા. અને એચપીસીએલ કંપનીની પેટ્રોલ પંપ ડીલરશીપ આપવાના ખોટા દાવા કરીને 19 લાખથી વધુની છેતરપિંડી કરી હતી. જો કે, વેપારીને પાછળથી ખબર પડી કે તેની સાથે છેતરપિંડી થઈ છે અને તેણે સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી છે…
22મી મેના રોજ પાલનપુરના જૂના લક્ષ્મીપુરા ગામમાં રહેતા અને રાજાજી ગેસ્ટ હાઉસના માલિક મન ભગવાનભાઈ પટેલે પેટ્રોલ પંપની ડીલરશીપ ખરીદવા માટે વેબસાઈટ તપાસી હતી. તેણે આ વેબસાઈટ pumpokskdealership.com પર જઈને ફોર્મ ભર્યું. અનેજરૂરી માહિતી આપી હતી. જે બાદ આ બોગસ કપની તરફ થી મન પટેલ ને ફોન આવ્યો હતો. આ વ્યક્તિએ ફોન પર પોતાની ઓળખ આકાશ ગુપ્તા તરીકે જાહેર કરી હતી.
ચોકલેટ “એડ કંપનીના”સ્લોગન ‘મુહ મે લદદુ ફૂટા’ની સ્ટાઇલમાં કરાઈ ઠગાઈ..
આ છેતરપિંડી કરનારાઓએ નકલી પેટ્રોલ પંપ ડીલરશીપ ઉભી કરી, લાયસન્સ ભરીને પીડિતને હાર્દિક અભિનંદન આપીને કહ્યું કે તમને ડીલરશીપ મળી ગઈ છે. આ સમાચાર પીડિતાના મનમાં ‘ મુહ મે લડ્ડુ ફૂટા ’ની સ્ટાઇલમાં આવ્યા હતા. ત્યાર પછી ઉતાવળમાં પીડિતાએ કોઈ પણ વિચાર કર્યા વગર ઠગાઈ કરનારાઓના કહેવા પર 19 લાખ રૂપિયા ઓનલાઈન જમા કરાવ્યા.આ પછી આ સ્કેમર્સે hpcl.ind.in નામની વેબસાઈટ પર પોતાનું એકાઉન્ટ બનાવ્યું. અને તે જ વેબસાઈટ પરથી પીડિતને પેટ્રોલ પંપનું લાઇસન્સ અને GST બિલ મોકલી આપ્યું હતું. દસ્તાવેજો જોતા માન પટેલને લાગ્યું કે તેને પેટ્રોલ પંપની એજન્સી મળી ગઈ છે અને ત્યારબાદ આ બદમાશોની વારંવારની સૂચના મુજબ તેણે 19.13 લાખની રકમ ઓનલાઈન ભરી દીધી હતી. જોકે, આ સ્વીકૃતિ પત્ર અને લાયસન્સની ડુપ્લીકેટ મળી આવતાં ભોગ બનનાર સાથે છેતરપિંડી થઈ હોવાનું જાણવા મળ્યું હતું.જે બાદ ભોગ બનનાર માન પટેલે પાલનપુર સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી હતી.