Today Gujarati News (Desk)
અતીક અહેમદને લઈ યુપી પોલીસ સાબરમતી જેલથી પ્રયાગરાજ માટે રવાના થઇ છે. ઉમેશ પાલ હત્યા કેસ મામલે ઉત્તર પ્રદેશમાં અતીક અહેમદની પૂછપરછ કરવામાં આવશે. પ્રીઝનર વાનમાં અતીકને લઇને UP પોલીસ અમદાવાદથી રવાના થઇ છે. પોલીસ વાનમાં બેસતા જ અતીક અહેમદે નિવેદન આપ્યુ હતુ કે, આ લોકોની નિયત સારી નથી. આ લોકો મને મારવા માગે છે.
આજે સવારથી જ અતીકને પુરતી સુરક્ષા વ્યવસ્થા સાથે UP લઇ જવા માટેની તજવીજ ચાલી રહી હતી. અતીકને લઇને UP પોલીસ આ રીતે બીજી વાર સાબરમતી જેલ જવા રવાના થયા છે. અતીક અહેમદને પ્રયાગરાજ લઇ જવામાં આવશે. જ્યાં ઉમેશ પાલ હત્યા કેસમાં અતીકની પૂછપરછ કરવામાં આવશે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે UP પોલીસ સાબરમતી જેલ પહોંચી હતી.
ખાસ કરીને બોડી વોર્ન કેમેરાથી લઇને પ્રીઝનર વાન સાથે પોલીસ પહોંચી હતી. વાનમાં પણ સિક્યુરીટી ગોઠવવામાં આવી હતી. ખાસ કરીને બાયો મેટ્રીક લૉક પણ રાખવામાં આવ્યુ છે. ગત વખત કરતા વધુ સુરક્ષા સાથે UP પોલીસ સાબરમતી જેલ વહેલી સવારે પહોંચી હતી. જેલની તમામ કાર્યવાહી-જેલની કાગળિયા સહિતની પ્રોસીજર પૂર્ણ કરીને UP પોલીસ અતીકને લઇને પ્રયાગરાજ કોર્ટ માટે રવાના થઇ હતી.
અતિક વિરુદ્ધ છે 100 થી વધુ કેસ