Today Gujarati News (Desk)
ઐશ્વર્યા રાય બચ્ચન બોલીવુડની સૌથી પોપ્યુલર એક્ટ્રેસ છે. તેમને માત્ર બોલીવુડ જ નહીં, ટોલીવુડ અને સમગ્ર દુનિયાની ઈન્ડસ્ટ્રીમાં ખૂબ પસંદ કરવામાં આવે છે. બચ્ચન પરિવારની પુત્રવધૂ હોવાના કારણે તેમની પ્રસિદ્ધિ હંમેશા વધતી રહે છે. તેઓ સોશિયલ મીડિયા પર એક્ટિવ છે અને આ અપકમિંગ ફિલ્મ પીએસ-2ના પ્રમોશનમાં લાગેલી છે. ગયા વર્ષે પીએસ-1ને ઓડિયન્સ પાસેથી ભરપૂર પ્રેમ મળ્યો હતો. હવે બીજો પાર્ટ એપ્રિલમાં રિલીઝ થશે. આ દરમિયાન ઐશ્વર્યા રાય બચ્ચનનું નામ ટેક્સ ન ભરવાના મામલે જોડાઈ ગયુ છે. આ મામલે તેમને નાસિકના મામલતદારે નોટિસ મોકલી છે.
રિપોર્ટ અનુસાર ઐશ્વર્યા રાય બચ્ચને તાજેતરમાં જ નાસિકના સિન્નરમાં અડવાડી વિસ્તારમાં એક પવન ચક્કી માટે જમીન ખરીદી હતી. જમીનનો 1 વર્ષનો ટેક્સ 21,960 રૂપિયા બાકી છે. આ બાકીની ચૂકવણી માટે સિન્નરના મામલતદારે ઐશ્વર્યા રાયને નોટિસ મોકલી છે. અડવાડીના પહાલી એરિયામાં ઐશ્વર્યા રાયની 1 હેક્ટર જમીન છે. ઐશ્વર્યા રાયે આ જમીનનો 1 વર્ષથી બાકી ટેક્સ ભર્યો નથી.
ઐશ્વર્યા રાય બચ્ચન સહિત 1200 લોકોને નોટિસ
ઐશ્વર્યા રાય બચ્ચને આ મુદ્દે કોઈ પણ જવાબ મામલતદારને આપ્યો નહીં. જેના કારણે રેવન્યુ ડિપાર્ટમેન્ટ ઐશ્વર્યા રાય વિરુદ્ધ કડક કાર્યવાહી કરતા નોટિસ મોકલી છે. રેવન્યુ ડિપાર્ટમેન્ટે માર્ચના અંત સુધી ટેક્સ ચૂકવવા માટે તેમને નોટિસ મોકલી છે. માત્ર ઐશ્વર્યા રાયની સાથે-સાથે 1200 લોકોને નોટિસ મોકલી છે. આ તમામ લોકોની પ્રોપર્ટી આ એરિયામાં છે.
ઐશ્વર્યા રાયને માર્ચ સુધીમાં બાકી ટેક્સ ચૂકવવાનો સમય અપાયો
ઐશ્વર્યા રાય બચ્ચન રેવન્યુ વિભાગથી મળેલી નોટિસ પર કેટલા દિવસોમાં પ્રતિક્રિયા આપે છે તે જોવાનું રહેશે અને ક્યાં સુધી ટેક્સ ચૂકવે છે. જો ઐશ્વર્યાએ માર્ચ પહેલા બાકીનો ટેક્સ ચૂકવી દીધો તો તે સુરક્ષિત રહેશે.