Today Gujarati News (Desk)
રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી છાસવારે ડ્રગ્સ પકડાય છે. ગુજરાતમાં ડ્રગ્સ પેડલરો બિંદાલ બનીને યુવાધનને બરબાદ કરી રહ્યા છે. અને આજના યુવાનો આ ડ્રગ્સના રવાડે ચડી પોતાની જીંદગીને ખાડામાં ધકેલી રહ્યા છે. અમદાવાદમાં એમડી ડ્રગ્સ સાથે સાથે બીજા અન્ય ડ્રગ્સનો પણ ક્રેઝ ખૂબ વધી રહ્યો છે. મહત્વની વાત એ છે આ પેડલરો માત્ર યુવાનોને ટારગેટ કરી રહ્યા છે. પોલિસ સતત ડ્રગ્સ મામલે કડક વલણ અપનાવી રહી છે છતા પણ રોજ નવા નવા પેડલરો પાસેથી મોટી માત્રામાં ડ્રગ્સનો જથ્થો પકડાય છે.
રુપિયા 11.82 લાખના ડ્રગ્સ સાથે બે સગા ભાઈઓ સહિત કુલ ત્રણ શખ્સોને ઝડપ્યા
રાજ્યમાં ડ્રગ્સની દુષણને નાથવા માટે સ્થાનિક પોલિસ, ક્રાઈમ બ્રાન્ચ, એટીએસ સહિતની ટીમ આ બાબતે સતર્ક રહી કાર્યવાહી કરી રહી છે. ડ્રગ્સ માફિયાઓએ બનાવેલી માયાજાળને પોલિસ સતર્કતાથી પકડી તેમને ખુલ્લા પાડે છે. એવામાં ગઈકાલે એસઓજીની ટીમે અમદાવાદના ઈન્દીરાબ્રીજ સર્કલ પાસેથી રુપિયા 11.82 લાખના ડ્રગ્સ સાથે બે સગા ભાઈઓ સહિત કુલ ત્રણ શખ્સોને ઝડપી પાડ્યા હતા.
બાતમીના આધારે એસઓજીની ટીમે ઈન્દીરાબ્રીજ સર્કલ પાસે બેરીકેડ મુકીને કારને પકડી
પોલિસના જણાવ્યા પ્રમાણે એસઓજીની ટીમને બાતમી મળી હતી કે કુબેરનગર વિસ્તારમાં રહેતા હિમેશ અને તેનો ભાઈ મોનેશ રાજસ્થાનથી એમડી ડ્રગ્સનો જથ્થો લઈને અમદાવાદ આવી રહ્યા છે. બાતમીના આધારે એસઓજીના ટીમ કારની વોચમાં ગોઠવાઈ ગઈ હતી. કુબેરનગર વિસ્તારમાં રહેતા હિમેશ અને તેનો ભાઈ મોનેશ રાજસ્થાનથી એમડી ડ્રગ્સનો જથ્થો લઈને આવતા તેમને એસઓજીની ટીમે અમદાવાદના ઈન્દીરાબ્રીજ સર્કલ પાસેથી રુપિયા 11.82 લાખના ડ્રગ્સ સાથે ઝડપી લીધા હતા. આ ત્રણેય શખ્સો કારમાં ડ્રગ્સ લઈ આવી રહ્યા હતા. આ સાથે તેમનો સાગરીત ડ્રાઈવરને પણ ઝડપી પાડ્યો હતો. એસઓજીની ટીમે અગાઉથી ઈન્દીરાબ્રીજ સર્કલ પાસે બેરીકેડ મુકીને કારને પકડી લીધી હતી. જેમા આ બન્ને ભાઈઓ પાસેથી વ્હાઈટ પાઉડરની બેગ મળી આવી હતી. જેનુ પરિક્ષણ કરતાં 118 ગ્રામ ડ્રગ્સ હોવાનું પુરવાર થયુ હતુ. અને તેની કિંમત આશરે રુપિયા 11.82 લાખનુ હોવાનું ખુલ્યુ હતું. જેમા એસઓજીની ટીમે 11.82 લાખના ડ્રગ્સ સાથે બે સગા ભાઈઓ સહિત કુલ ત્રણ શખ્સોને ઝડપી લીધા હતા.