Today Gujarati News (Desk)
હાલમાં અમદાવાદીઓ માટે એક સારા સમાચાર સામે આવી રહ્યા છે. કેન્દ્રીય પરિવહનમંત્રી નીતિન ગડકરીએ ટ્વિટ કરી માહિતી આપતા જણાવ્યું કે,SG હાઈવે પર એલિવેટેડ કોરિડોર બનાવવામાં આવશે. અમદાવાદ શહેરના એસજી હાઈવે પર ટ્રાફિકની સમસ્યા દુર કરવા માટે ઓવરબ્રીજ બનાવવામાં આવી રહ્યા છે. સરખેજથી ગાંધીનગર સુધી જવા માટે હવે વાહન ચાલકોને ઓછો સમય લાગશે. આ એલિવેટેડ કોરિડોર ઈસ્કોન જંકશનથી સાણંદ ફ્લાઈઓવર સુધી બનાવવામાં આવશે.
આ ફ્લાઈઓવર 530 કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ કરાશે
આ ટ્વિટમાં તેમણે માહિતી આપતા જણાવ્યું હતું કે, વિકાસ અને નિર્માણ કાર્યો માટે આ એલિવેટેડ કોરિડોરને 530 કરોડ રૂપિયાના ખર્ચે બનવામાં આવશે. આ સાથે જ છોટાઉદેપુર અને નર્મદા વચ્ચે આવેલા NH-56ને બડોલી તાલુકા પાસે હાલ જે 2 લેન છે તેમાંથી 4 લેન કરવામાં આવશે.