Today Gujarati News (Desk)
અમદાવાદ શહેરના CTM બ્રિજ પરથી વધુ એક મહિલાએ ઝંપલાવ્યું હોવાનું સામે આવ્યું છે. ઓવરબ્રિજ પરથી પડતું મૂકવાની ઘટના વધી રહી છે. આજે ફરીવાર આ ડબલ ડેકર બ્રિજ પરથી એક આધેડ મહિલાએ ઝંપલાવ્યું છે. છેલ્લા એક મહિનામાં બ્રિજથી ઝંપલાવવાની ચોથી ઘટના બની છે. અજાણી મહિલાએ મોતની છલાંગ લગાવતાં આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા અને મહિલાને મહિલાને 108ની મદદથી હોસ્પિટલ સારવાર માટે ખસેડાઈ હતી.ગઈકાલે 23 વર્ષિય યુવતીએ CTM બ્રિજ પરથી ઝંપલાવ્યું હોવાની ઘટના સામે આવી છે. ઈજાગ્રસ્ત યુવતીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.
અગાઉ 6 ફેબ્રુઆરીએ પણ એક યુવતીએ ઓવરબ્રિજ પરથી છલાંગ લગાવી હતી. આ દરમિયાન આસપાસના લોકો ભેગા થઈ ગયાં હતાં. લોકોએ યુવતીને બચાવી હતી. ત્યાર બાદ મણિનગરની એલજી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાઈ હતી.
જ્યારે 17 ફેબ્રુઆરીએ આ જ બ્રિજ પરથી 12 વર્ષના બાળકે આપઘાત કરવાનો પ્રયત્ન કર્યો હતો. આ સમયે ધોરણ 7માં અભ્યાસ કરતા બાળકને માનસિક બિમારીની દવા ચાલતી હોવાનું સામે આવ્યું હતું. બાળકને ઘરે પિતાએ ઠપકો આપતા માતા પિતાને ઘરમાં પુરીને આપઘાતનો પ્રયાસ કરવા પહોંચ્યો હતો.પોલીસની સજાગતા એ બાળકનો જીવ બચાવ્યો હતો.