Today Gujarati News (Desk)
ગુજરાતમાં આગામી 48 કલાક બાદ ભારે સમય શરૂ થશે, એટલે કે કડકડતી ઠંડી વચ્ચે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની ઠંડી-માવઠાને લઈ આગાહી, ઉત્તર અને મધ્ય ગુજરાતના 10 જિલ્લાઓમાં કમોસમી વરસાદની શક્યતા છે. જેમાં દાહોદ, સાબરકાંઠા, અરવલ્લી, આણંદ, અમદાવાદ, ગાંધીનગરમાં માવઠું પડી શકે છે. 30મી તારીખથી ફરી રાજ્યમાં કડકડતી ઠંડી પડશે. રાજ્યમાં કાતિલ ઠંડી વચ્ચે કમોસમી વરસાદની આગાહી કરતા નાગરિકો સહિત ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. આજે મહીસાગરમાં વાતાવરણમાં પલટો જોવા મળશે. દાહોદ, સાબરકાંઠા, અરવલી, આણંદ, અમદાવાદ, ગાંધીનગરમાં વરસાદની આગાહી કરાઈ છે. એટલું જ નહીં આ વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદની સંભાવના છે. પવનોનો ગતી ઉત્તર પૂર્વીય જોવા મળશે. પવનની ગતિ 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે. આગામી 48 કલાક બાદ તાપમાનનો પારો ઊંચકાશે. ત્યારબાદ 29 જાન્યુઆરીની રાતથી તાપમાન ગગડશે. 30 જાન્યુઆરી બાદ તાપમાન ફરી 10 ડિગ્રીથી નીચું જશે. આજે નલિયામાં સૌથી નીચું 4.5 ડિગ્રી તાપમાન નોંધાશે.
હવામાન વિભાગે 28 જાન્યુઆરીએ ઉત્તર અને ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે. જેમાં બનાસકાંઠા, પાટણ અને અરવલ્લી, ખેડા તેમજ આણંદ જિલ્લામાં વરસાદ પડી શકે છે. મહત્વનું છે કે, આગામી 24 કલાક દરમિયાન માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે.