Today Gujarati News (Desk)
Ahmedabad: અમદાવાદ જિલ્લામાં આજ વહેલી સવારથી જ ગાઢ ધુમ્મસ છવાયુ હતુ. દૂર દૂર સુધી જાણે ધુ્મ્મસની ચાદર ફેલાઈ હોય તેવા દૃશ્યો જોવા મળ્યા. ચારે તરફ ગાઢ ધુમ્મસને પગલે વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો.
અમદાવાદ શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વહેલી સવારે ગાઢ ધુમ્મસ જોવા મળ્યુ. શહેરના અલગ અલગ વિસ્તારોમાં ધુમ્મસની ચાદર છવાઈ હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. ચારે બાજુ ધુમ્મસ જ ધુમ્મસ છવાતા વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. સવારના સમયે પણ લાઈટ ચાલુ કરીને વાહન ચલાવવુ પડે તેવું વાતાવરણ છવાયું છે. વાતાવરણમાં વિઝીબિલીટી સાવ જ ન રહેતા દૂર દૂર સુધી કંઈ જ દેખાતુ નથી. આથી વાહનચાલકોએ પણ સંભાળીને ચલાવવુ પડે તેવી પરિસ્થિતિ સર્જાઈ હતી.
Contact us for News and Advertisement at: 8154977476 / 6356624878