Today Gujarati News (Desk)
ટેક્નોલોજી સ્ટાર્ટઅપ્સમાં રોકાણ કરતી અમેરિકન કંપની વાય કોમ્બીનેટરના સીઈઓ ગૈરી ટેને સિલિકોન વેલી બેંકની નાદારી પર મોટો દાવો કર્યો છે. તેમણે યુએસ ટ્રેઝરી સેક્રેટરી જેનેટ યેલેન અને અન્ય પ્રશાસકોને પત્ર લખીને અનુમાન લગાવ્યું છે કે, બેંકની નોટબંધીના કારણે લગભગ એક લાખ લોકોની રોજગાર પર સંકટના વાદળો ઘેરાયા છે. આ સિવાય 10 હજારથી વધુ સ્ટાર્ટઅપ પર તેની માઠી અસર થઇ શકે છે. વાય કોમ્બીનેટએ ભારતમાં 200થી વધુ સ્ટાર્ટઅપ્સમાં રોકાણ કર્યું છે.
એક પત્ર દ્વારા, ગૈરી ટેનેને સરકારને આ સંકટ સમયે કર્મચારીઓ અને સ્ટાર્ટઅપ્સની નોકરી બચાવવાની અપીલ કરી છે. ગૈરી ટેનેના આ પત્રને અત્યાર સુધીમાં 1,200 થી વધુ કંપનીઓના સીઈઓ અને 56,000 થી વધુ કર્મચારીઓનું પ્રતિનિધિત્વ કરતા સ્થાપકોનો ટેકો મળ્યો છે. પત્રમાં લખવામાં આવ્યું છે કે, ‘અમે બેંકમાં નાના વ્યવસાયો, સ્ટાર્ટઅપ્સ અને થાપણદારોના કર્મચારીઓ પર તાત્કાલિક નોંધપાત્ર અસર પર રાહત અને ધ્યાન આપવાનું કહીએ છીએ.’
એક અહેવાલ અનુસાર, મોટાભાગની સ્ટાર્ટઅપ કંપનીઓ તેમના ખાતા સિલિકોન વેલી બેંકમાં જ રાખતી હતી. આવી સ્થિતિમાં, સ્ટાર્ટઅપ્સ પાસે આગામી 30 દિવસમાં પેરોલ ચલાવવા માટે રોકડ રહેશે નહીં. કર્મચારીઓને પગાર આપવાનું સંકટ દેખાઈ રહ્યું છે. જેની સીધી અસર 10,000થી વધુ સ્ટાર્ટઅપ પર પડશે. જો એક નાનું સ્ટાર્ટઅપ 10 લોકોને પણ રોજગાર આપે છે, તો 10 હજારના આધારે, એક લાખ લોકોની રોજગાર પર સીધો ખતરો છે.