Today Gujarati News (Desk)
મુંબઈ : યુ.એસ. ફેડરલ રિઝર્વ દ્વારા એક વર્ષના ટૂંકાગાળામાં વ્યાજ દરમાં પાંચ ટકા જેટલા વધારાનો ભોગ અમેરિકી બેંક બની છે.
અમેરિકાના એસવીબી ફાઈનાન્શિયલ ગુ્રપની સબસીડિયરી અને સિલિકોન વેલી સ્થિત સૌથી મોટી કમર્શિયલ બેંક સિલિકોન વેલી બેંક(એસવીબી)ને નિયમનકારોએ તાળા માર્યા છે, જેના પરિણામે અમેરિકાની બેંકિંગ સિસ્ટમ હચમચી ઉઠતાં ફરી વૈશ્વિક બજારોમાં ૨૦૦૮ની લેહમેન બ્રધર્સ જેવી કટોકટી સર્જાવાનો ભય ઊભો થયો છે.
આ ક્લોઝર ઓર્ડર કેલિફોર્નિયાના ડિપાર્ટમેન્ટ ઓફ ફાઇનાન્સિયલ પ્રોટકશન એન્ડ ઇનોવેશન દ્વારા જારી કરવામાં આવ્યો છે. એસવીબી અમેરિકામાં ૧૬માં નંબરની સૌથી મોટી બેન્ક છે અને તેની એસેટ અંડર મેનેજમેન્ટ ૨૧૦ અબજ ડોલરઆ સાથે એસવીબી બેંકના શેરમાં ૬૦ ટકાનો કડાકો બોલાઈ જવાના પરિણામે અમેરિકાની ચાર મોટી બેંકોના શેરોના મૂલ્યમાં ૫૦ અબજ ડોલરનું મળીને વૈશ્વિક બેંક શેરોમાં કુલ ૮૦ અબજ ડોલર જેટલું જંગી ધોવાણ થયું હતું.