Today Gujarati News (Desk)
કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરાનગર હવેલી અને દમણ-દીવની મુલાકાતે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સેલવાસાના સાયલીમાં આવેલી નમો મેડિકલ કોલેજનું કર્યું લોકાર્પણ કર્યું હતું. પીએમ મોદી દ્વારા દાદરા નગર હવેલીના સેલવાસમાં 260 કરોડના ખર્ચે 13 એકરમાં બનેલી નમો મેડિકલ કોલેજનું લોકાર્પણ તેમજ પ્રધાનમંત્રી શહેરી આવાસ યોજનાના કેટલાક લાભાર્થીઓને ઘરની ચાવીઓની ભેટ અપાયા બાદ વડાપ્રધાન મોદીએ જનતાને સંબોધન કર્યું હતું.
આશરે રૂ. 4,873 કરોડના ખર્ચે 96 પ્રોજેક્ટનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દાદરા અને નગર હવેલીનાં સિલ્વાસામાં મંગળવારે આયોજિત એક કાર્યક્રમમાં આશરે રૂ. 4,873 કરોડના ખર્ચે 96 પ્રોજેક્ટનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કર્યું… આ પ્રસંગે તેમણે સંબોધનમાં કહ્યું કે, આટલા નાના વિસ્તારમાં ચારેય દિશામાં આધુનિક વિકાસ કેવી રીતે થાય છે તેની કોઈ કલ્પના પણ કરી શકતું નથી, અમે આ જોયું છે. હવે આપણો સિલવાસા પહેલા જેવો રહ્યો નથી, તે હવે કોસ્મોપોલિટન બની ગયો છે. ભારતનો કોઈ ખૂણો એવો નહીં હોય, જ્યાં લોકો સિલ્વાસામાં ન રહેતા હોય.
એક કામ પૂરું થતાં જ આપણે બીજું કામ શરૂ કરી દઈએ છીએ : મોદી
વડાપ્રધાન મોદીએ સંબોધનમાં વધુમાં કહ્યું કે, આધુનિક અને ઝડપી ગતિથી વિકાસ કેવી રીતે થાય છે, તે અમે જોયું છે… તમને તમારા મૂળથી પ્રેમ છે, પરંતુ તમને આધુનિકતા સાથે પણ એટલો જ પ્રેમ છે… સારી ગુણવત્તાનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર હોય… સ્કૂલો હોય… આ બાબતો પર ભાર મૂકવામાં આવ્યો હતો… સાડા 5 હજાર કરોડથી વધુનો ખર્ચ કરવામાં આવ્યો છે. જનસભાને સંબોધતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ભાજપ સરકાર ‘સૌનો સાથ, સૌનો પ્રયાસ, સૌનો વિકાસ’ સાથે ચાલી રહી છે. કેટલાક વર્ષોથી દેશની કમનસીબી છે કે નેતાઓ વોટબેંક માટે રાજકારણ કરતા હતા. ઘણા વર્ષોથી આપણા લોકો વિકાસથી વંચિત રહ્યા… પરંતુ છેલ્લા 9 વર્ષમાં અમે દેશમાં નવી કાર્યશૈલી વિકસીત કરી છે. હવે જે કામનો પાયો નાખવામાં આવ્યો છે, તેને પણ ઝડપથી પૂર્ણ કરવાના તમામ પ્રયાસો કરવામાં આવે છે. એક કામ પૂરું થતાં જ આપણે બીજું કામ શરૂ કરી દઈએ છીએ.
સિલવાસામાં નમો હોસ્પિટલ સંકુલનું ઉદ્ઘાટન
વડાપ્રધાન મોદીએ સિલવાસામાં નમો હોસ્પિટલ સંકુલનું ઉદ્ઘાટન કર્યું હતું. તેમણે આ પ્રસંગે સિલ્વાસા અને દમણ દીવ ખાતે નમો ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચનું નિર્માણ કરતા બાંધકામ કામદારો સાથે પણ વાતચીત પણ કરી હતી. કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન મોદીએ પ્રધાનમંત્રી શહેરી આવાસ યોજનાના કેટલાક લાભાર્થીઓને ઘરની ચાવીઓની ભેટ પણ અપા હતી.