Today Gujarati News (Desk)
આપણું બ્રહ્માંડ અનેક પ્રકરના રહસ્યોથી ભરેલું છે બ્રહ્માંડ વિશે આપણી પાસે જે માહિતી જે બહુ ઓછા પ્રમાણમાં છે. કયારેક એસ્ટરોઇડ ધરતી પાસે આવી જાય તો ખતરો વધી જાય છે. તો ક્યારેક કોઈ વૈજ્ઞાનિકોને નવા તારા નજર આવે છે. તાજેતરમાં જ ખગોળશાસ્ત્રીએ ચેતવણી આપી છે કે એક અતિ ભારે ઉલ્કા ધરતીની તરફ આગળ વધી રહ્યો છે. આજે રાત્રે ધરતી પર ખૂબ નજીકથી ખગોળકીય ઘટના જોવા મળશે.
આ બાબતે વૈજ્ઞાનિકોએ કહ્યું હતું કે આ ઉલ્કાની સાઈઝ લગભગ 24 ઇમુ પક્ષીઓ જો એકને બીજાની ઉપર મુકવામાં આવે અને જે ટાવર ઉભો થાય તેવી રીતનો આ ઉલ્કા જોવા મળે છે. તેનો વ્યાસ 42 મીટરનો છે. જ્યારે તેની ઉંચાઈ મલ્ટીસ્ટોરેજ બિંલ્ડીગ જેવો દેખાય છે. નાસાએ ચિંતા વ્યક્ત કરતા કહ્યુ હતુ કે આ ધરતીની નજીકથી પસાર થઈ રહ્યો છો.
ઘરતીના ઓર્બિટથી ખૂબ નજીકથી પસાર થશે
જે ઉલ્કા ધરતી પરથી પસાર થવાનો છે તેના વિશે આ પહેલા વર્ષ 2012માં દેખ્યો હતો. અને છેલ્લે વર્ષ 2017માં ધરતીની નજીક જોવા મળ્યો હતો. તો આજે ફરી એકવાર રાતના 11.33 કલાકે આ ઉલ્કા ધરતીની ખૂબ નજીકથી જોવા મળશે. એક રિપોર્ટ પ્રમાણે 2022 YK4 નામનો આ ઉલ્કા ધરતીની ઓર્બિટથી માત્ર 4495416.015 કિલોમીટર દુરથી પસાર થશે. વૈજ્ઞાનિકોનુ કહેવુ છે કે હવે પછી ફરી આવી ઘટના મે 2029માં જોવા મળશે.