કેન્દ્રીય મંત્રી શ્રી અમિતભાઈ શાહ |
ધ્રુવ પરમાર /આજે દીપાવલીના શુભ દિવસે કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહ બનાસકાંઠાના પ્રવાસે છે.તેઓ આજે બનાસ ડેરીની મેડિકલ કોલેજ મોરિયા ખાતે પધારી રહ્યા છે.શ્રી શાહ દીપાવલી પર્વ ની શુભેચ્છા આપ લે સાથે સાથે વિવિધ ત્રણ સત્ર માં ભાજપ ગુજરાત પ્રદેશ તેમજ જિલ્લા કક્ષાના ભાજપ ના વર્તમાન તેમજ પૂર્વ સાંસદ ,વર્તમાન તેમજ પૂર્વ વિધયકો,વર્તમાન તેમજ પૂર્વ મહાનગરપાલિકા અને પાલિકા કોર્પોરેટરો,વર્તમાન અને પૂર્વ જિલ્લા પંચાયત કોર્પોરેટરો,સાથે પ્રદેશ તેમજ જિલ્લા કક્ષા ના સંગઠન હોદેદારો સાથે ત્રણ સત્ર માં અલગ અલગ સમય ફાળવી બેઠક યોજી રહ્યા છે.Amit Shah Home Minister
આ ત્રણ સેશનમાં કેન્દ્રીય મંત્રીશ્રી અમિતભાઈ શાહ કાર્યકર્તાઓ સાથે સીધો તબક્કાવાર સંવાદ કરવાના છે.Amit Shah Home Minister
પ્રથમ સેશન આજે 11:00 કલાકે યોજાશે જેમાં ૩૪ જેટલા અપેક્ષિત સભ્યો હાજર રહેશે જેમાં રાષ્ટ્રીય ને પ્રદેશ હોદ્દેદારો જિલ્લા મહાનગરના પ્રમુખો જિલ્લા અને મહાનગરના પ્રભારીઓની આ પ્રથમ સત્રમાં હાજર રહેશે.Amit Shah Home Minister
જે બાદ બીજા સત્રમાં 81 જેટલા પદાધિકારીઓ હાજર રહેશે જેમાં ધારાસભ્યો સાંસદ સભ્યો અને રાજ્યસભાના સાંસદ શ્રીઓ જિલ્લા પંચાયત પ્રમુખ વિપક્ષ નેતા તેમજ તત્કાલીન મહાનગર મેયર વર્તમાન પૂર્વ તેમજ પૂર્વ લોકસભા અને રાજ્યસભાના સાંસદ અને 2012 ના પૂર્વ ધારાસભ્યો આ તમામ બીજા સત્રમાં હાજર રહેશે Amit Shah Home Minister
જે બાદ છેલ્લું સત્ર 2:00 વાગે યોજાઈ રહ્યું છે.આ આખરી સત્રમાં સૌથી વધારે એટલે કે 49 જેટલા લોકો ને હાજર રહેવાનો આદેશ કરાયો છે.જેમાં પૂર્વ પ્રદેશ હોદ્દેદારો જિલ્લાના મોરચાના હોદ્દેદારો ખાસ હાજર રહેશે.આમ જ્યારે ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીઓ બસ હવે ગમે તે સમયે જાહેર થઈ શકે છે ત્યારે ગુજરાતમાં આવેલા ગુજરાતના પનોતા પુત્ર અને કેન્દ્રીય હોમ મિનિસ્ટર અમિત ભાઇ શાહની આજની બનાસકાંઠાની બેઠક ચુંટણી કેમ્પઈન ની મહત્વની બેઠક માનવામાં આવે છે. Amit Shah Home Minister