Today Gujarati News (Desk)
ભારતમાં આ વર્ષે 9 રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની તૈયારી છે. જેમાં મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ, કર્ણાટક, તેલંગાણા, ત્રિપુરા, મેઘાલય, નાગાલેન્ડ અને મિઝોરમનો સમાવેશ થાય છે. એટલા માટે જ વિધાનસભા ચૂંટણી પહેલા ઉદ્ધવ ઠાકરે જૂથના નેતા આદિત્ય ઠાકરેએ મુખ્યમંત્રી એકનાથ શિન્દેને ખુલ્લો પડકાર ફેંક્યો છે.
જાહેર સભામાં ખુલ્લો પડકાર ફેંક્યો
#WATCH | I’ve challenged this unconstitutional CM (Eknath Shinde) to contest the Assembly elections against me. I will resign from my seat & he should resign from his seat, and let him contest from Worli against me: Shiv Sena leader Aaditya Thackeray #Maharashtra pic.twitter.com/pp0X39H7QE
— ANI (@ANI) February 4, 2023
આદિત્ય ઠાકરેએ કહ્યું કે જો સીએમ એકનાથ શિન્દેમાં તાકાત હોય તો મારી વિરુદ્ધ વરલીથી વિધાનસભા ચૂંટણી લડી બતાવે. આદિત્ય ઠાકરે શિવસેના ઉદ્ધવ બાલાસાહેબ ઠાકરે(ઉદ્ધવ જૂથ)ના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેના પુત્ર છે. એક જાહેર સભામાં ઠાકરેએ કહ્યું કે હું ગેરબંધારણીય મુખ્યમંત્રી એકનાથ શિન્દેને આ પડકાર ફેંકી રહ્યો છું.
ઉદ્ધવ જૂથના જ નેતા સંજય રાઉતે પણ સીએમ શિન્દેને ઘેર્યા
ઉદ્ધવ જૂથના જ નેતા સંજય રાઉતે પણ સીએમ શિન્દેને ઘેર્યા હતા. રાઉતે કહ્યું કે મુખ્યમંત્રી પોતાની જાતને ક્રાંતિકારી સમજે છે. એક 32 વર્ષનો યુવા તેમને પોતાની વિરુદ્ધ ચૂંટણી લડવા પડકારી રહ્યો છે. સીએમ શિન્દે આ ચેલેન્જ સ્વીકારી બતાવે. ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિન્દેએ 30 જૂન 2021ના રોજ શિવસેનામાં બળવો પોકારી સીએમ પદ મેળવ્યું હતું.