Today Gujarati News (Desk)
સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા AAP ના નેતા ગોપાલ ઈટાલિયાની ધરપકડ કરવામાં આવી છે. હજુ સુધી પોલીસ દ્વારા કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. અહેવાલો અનુસાર, ગુજરાત આમ આદમી પાર્ટીના પૂર્વ પ્રમુખ ગોપાલ ઈટાલિયાએ ડ્રગ્સ મામલે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી પર ટિપ્પણી કરી હતી તે કારણે અટકાયત થઈ હોય શકે છે.
ભાજપના કાર્યકર્તા પ્રતાપ જીરાવાલાએ નોંધાવી ફરિયાદ
ગુજરાત AAPના પૂર્વ પ્રમુખ ગોપાલ ઈટાલિયાને સુરત ક્રાઈમ બ્રાંચેની ઓફિસ ખાતે લઈ જવાયા છે. ચૂંટણી દરમિયાન ગોપાલ ઈટાલિયાએ ગૃહરાજ્ય મંત્રીના નામ લઈને ટિપ્પણી કરી હોવાથી તેમને ક્રાઈમ બ્રાંચની ઓફિસે લઈ જવાયા છે. ભાજપના કાર્યકર્તા પ્રતાપ જીરાવાલાએ ફરિયાદ નોંધાવી હતી. 2 સપ્ટેમ્બર 2022ના રોજ ઉમરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી. ગુજરાતમાં ડ્રગ્સ પકડાવવા મામલે ગોપાલ ઈટાલિયાએ હર્ષ સંઘવીને ‘ડ્રગ્સ સંઘવી’ કહ્યા હતા. જે વિવાદિત ટીપ્પણી પર તેમના વિરુધ ફરિયાદ નોંધાઈ હતી.