Today Gujarati News (Desk)
ગત વર્ષે ઘઉંનું થયેલું ઓછું ઉત્પાદન અને રશિયા-યૂક્રેનના કારણે માંગ વધતા દેશમાં ઘઉંનો ભાવ સતત વધી રહ્યો છે. વર્ષભરમાં ઘઉંના ભાવ 16 ટકા વધ્યો છે અને હવે દેશના કેટલાક રાજ્યોમાં પ્રતિ ક્વિન્ટલ ઘઉંના ભાવ રૂપિયા 3000ને પાર થયા છે. બીજી તરફ પૂર્વ ભારતની APMCમાં ઘઉંનો સ્ટોક ખુબ જ ઓછો જોવા મળી રહ્યો છે. દેશભરમાં ઓછામાં ઓછા ટેકાના ભાવ (MSP)થી ઉપર ઘઉં વેચાઈ રહ્યા છે. ઘઉંની કિંમતો વધવાના કારણે ઘઉંના લોટનો ભાવ પણ વધી રહ્યો છે. છેલ્લા એક વર્ષમાં લોટનો ભાવમાં 19 ટકા જેટલો વધારો થતાં 35થી 40 રૂપિયે કિલો મળી રહ્યો છે.
કેટલાક રાજ્યોમાં ઘઉંની પ્રતિ ક્વિન્ટલ કિંમત રૂ.3000ને પાર
દિલ્હીમાં પ્રતિ ક્વિટર ઘઉંની કિંમત રૂ.3,044.50 પર પહોંચી ગઈ છે. તો ઉત્તર પ્રદેશમાં ઘઉંની કિંમત 3000 પ્રતિ ક્વિન્ટરને પાર પહોંચી ગઈ છે. ઘઉંનો સપ્લાય ઘટતા કિંમતોમાં વધારો થવાનું યથાવત્ છે. સરકાર દ્વારા ઓપન માર્કેટ સેલ સ્કીમ (OMSS) હેઠળ કિંમત સ્પષ્ટ ન હોવાથી પણ ઘઉંની કિંમતો વધી રહી છે. ઉલ્લેખનિય છે કે, 2023માં ઘઉંની પ્રતિ ક્વિન્ટર કિંમત ન્યૂનતમ ટેકાના ભાવ 2,125 રૂપિયા છે. 16 જાન્યુઆરી 2023ના રોજ APMCમાં ઘઉંની કિંમતો પર નજર નાખીએ તો, ઈન્દોરમાં પ્રતિ ક્વિન્ટર ઘઉંની કિંમત રૂ.2800, કાનપુર APMCમાં ઘઉંની કિંમત 3000 રૂપિયા પ્રતિ ક્વિન્ટર, દિલ્હી APMCમાં 3044.50 રૂપિયા પ્રતિક્વિન્ટલ અને કોટામાં 2,687.50 રૂપિયા પ્રતિ ક્વિન્ટલે ઘઉં વેચાઈ રહ્યા છે.
ઘઉં કેમ મોંઘા થઈ રહ્યા છે ?
ઘઉંની વધતી કિંમતો અંગે જાણકારોનું કહેવું છે કે, ખુલ્લા માર્કેટમાંથી ઘઉંની સપ્લાય થઈ રહી નથી. પૂર્વ ભારતની APMCમાં ઘઉંની અછત છે. ઉત્તરપ્રદેશની APMCમાં પણ સ્ટોક ખુબ જ ઓછો છે. ઉત્તરપ્રદેશની APMCમાં ગુજરાતમાંથી ઘઉં આવી રહ્યા છે. હરિયાણા અને પંજાબમાં પણ જથ્થા બંધ વેપારી અને ખેડૂતો પાસે પણ ઘઉંનો સ્ટોક ઓછો છે. આવી સ્થિતિમાં ઓછા પુરવઠાના કારણે માંગ વધવાથી ઘઉંની કિંમતોમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. હવે લોટ મિલોને પણ ઘઉં મેળવવામાં મુશ્કેલી પડી રહ્યી છે.
ગુજરાતની APMCમાં પ્રતિ ક્વિન્ટર ઘઉંની કિંમત (4 ફેબ્રુઆરી-2023)
જાત
APMC
ન્યૂનત્તમ
કિંમત
મહત્તમ
કિંમત
147
સરેરાશ
દાહોદ
2600
2700
બંસી
સાવરકુંડલા
2900
3270
હાઇબ્રિડ
સિદ્ધપુર
2600
3205
સ્થાનિક
ચોટીલા
2000
2600
સ્થાનિક
મોરબી
2675
2885
લોક-1
માંગરોળ
2700
2750
લોકવાન
પોરબંદર
2375
2375
લોકવાન
જૂનાગઢ
2500
2755
લોકવાન
દાહોદ
2600
2700
લોકવાન
સાવરકુંડલા
2525
2790
લોકવાન
રાજકોટ
2515
2810
લોકવાન
ધોરાજી
2255
2750
લોકવાન
અમરેલી
2965
2965
લોકવાન
ગુજરાત
મહેમદાવાદ
2200
2350
લોકવાન
ગુજરાત
બગસરા
2425
3010
મધ્યમ દંડ
કોડીનાર
2195
3135
અન્ય
જંબુસર
2000
2400
અન્ય
લીમખેડા
2250
2450
અન્ય
દહેગામ
(રેખિયાલ)
2550
2700
અન્ય
ડીસા
2675
2710
અન્ય
પોરબંદર
2600
2815
અન્ય
દહેગામ
2650
2895
અન્ય
થરા
(શિહોરી)
2610
2960
અન્ય
તલોદ
2400
3185
અન્ય
ધ્રોલ
2700
3000
અન્ય
વિસનગર
2685
3050
અન્ય
ધાનેરા
2625
3150
અન્ય
થરા
2690
3100
રાજસ્થાન
ટુકડી
માંગરોળ
2750
2800
રાજસ્થાન
ટુકડી
અમરેલી
2250
3090
શરબતી
જૂનાગઢ
2500
2855
શરબતી
રાજકોટ
2600
3000
સોનાલીકા
હિમતનગર
2750
3500