Today Gujarati News (Desk)
કેરલના એક મંદિરમાં એવો એક તહેવાર ઉજવાય છે જેમાં પુરુષો મહિલાઓનો પહેરવેશ ધારણ કરો છો. કોજ્મ જિલ્લાના શ્રી કોત્તાન કુલાગરા દેવી મંદિરમાં આ પ્રથા આજકાલની નહી સદીઓ જૂની છે. આ પરંપરા મુજબ પુરુષો મહિલાઓના વસ્ત્રો પહેરીને જ મંદિરમાં પ્રવેશી શકે છે અને માતાની પૂજા કરી શકે છે. આ મંદિરમાં ચમાયાવિલક્કુ ઉત્સવ મનાવવામાં આવે છે. આ ઉત્સવ દરમિયાન હજારોની સંખ્યામાં પુરુષો મહિલાઓના પહેરવેશમાં આવે છે. આ સમયે એક અનોખું દ્વષ્ય ખડૂ થાય છે. કેરલના કોલ્લમ જિલ્લાના કોટ્ટમ કુલકારાના દેવી મંદિરની આ પરંપરા છે જેને ચમાયાવિલક્કુ ઉત્સવ કહેવામાં આવે છે જેને મહિલાઓના વેશમાં તૈયાર થઇને આવતા પુરુષો દ્વારા ઉજવવામાં આવે છે.આમ તો આ તહેવાર ૧૯ દિવસ ચાલે છે પરંતુ છેલ્લા ૨ દિવસ મહિલાઓના કપડામાં પુરુષો આવે છે.આમ કરવાથી દેવતા પ્રસન્ન રહે છે અને મનની કામના પૂર્ણ કરે છે. છેલ્લા કેટલાક વર્ષોથી મહિલાઓનો વેશ ધારણ કરનારા પુરુષોની સંખ્યા વધી છે.
એક માહિતી મુજબ ૧૦ હજારથી વધુ પુરુષો ભાગ લે છે. ફૂલો અને નારીયેળ ચડાવે છે એવી માન્યતા છે એક પુરુષને માતાજીએ દર્શન આપ્યા હતા ત્યારથી આ પરંપરા શરુ થઇ છે. આ એક એવું અનુષ્ઠાન છે જેમાં કેરલ જ નહી દેશના બીજા ભાગોમાંથી લોકો ભાગ લેવા અને સાક્ષી બનવા આવે છે. અનુષ્ઠાનમાં ભાગ લેવાનો સમય બપોરે ૨ વાગ્યાથી સાંજે ૫ વાગ્યા સુધીનો છે.પરંપરાગત સાડી પહેરીને પુરુષો એક સાથે દિવો પ્રગટાવતા જોવા મળે છે. મહિલાઓનો પહેરવેશ ભાડેથી મળી રહે છે એટલું જ નહી કોઇને મહિલાના પોષાકમાં તૈયાર થતા ના આવડતું હોયતો બ્યૂટિશિયન પણ મદદ કરે છે. નવાઇની વાત તો એ છે કે સ્ત્રી વેશમાં આવતા પુરુષો વચ્ચે વેશ ભૂષાની સ્પર્ધા પણ આયોજીત કરવામાં આવે છે.