Today Gujarati News (Desk)
ભારતીય ટીમનો એક એવો ખેલાડી જેણે પાછલાં 4 વર્ષોથી એક પણ મેચ નથી રમી. સાથે જ તેણે વર્ષ 2020થી ડોમેસ્ટિક ક્રિકેટમાં પણ ભાગ નથી લીધો. આ ખેલાડીને ઇન્ડિયન ટીમના કેપ્ટન કુલની આગેવાનીમાં કેટલીક તકો મળી હતી. આ ખેલાડીએ હવે પોતાના કરિયરને લઈને મોટું નિવેદન કર્યું છે. આ ખેલાડી અત્યારે ઇન્ડિયન ટીમની જગ્યાએ બહાર વિદેશોમાં રમવાની તકો શોધી રહ્યો છે.
BCCI પર સાધ્યું નિશાન:
ભારતીય ક્રિકેટની ટેસ્ટ ટીમના મહત્ત્વના ખેલાડી માનવામાં આવતા એવા મુરલી વિજય ઘણાં સમયથી ઇન્ડિયન ટીમનો હિસ્સો બની શક્યા નથી. મુરલી 38 વર્ષનો છે અને તે ક્રિકેટના મેદાન પર ફરી એક વખત પાછો ફરવા માંગે છે. વિજયનું એવું માનવું છે કે તેનું BCCI સાથેનો તેનો સમય પૂરો થઈ ગયો છે.
મુરલી વિજયે એક શો દરમિયાન ક્રિકેટના મેદાન પર પરત ફરવા બાબતે વાત કરતા કહ્યું હતું કે ‘BCCI સાથે મારો સમય પૂરો થઇ ગયો છે અને હવે હું વિદેશોમાં તક શોધી રહ્યો છું. હું હજુ ક્રિકેટ રમવા માંગું છું. ‘આગળ પોતાની વાત કહેતા જણાવ્યું કે, ‘ ઇન્ડિયામાં 30 વર્ષ પછી ક્રિકેટ રમવું ટેબુ થઇ ગયું છે. ઇન્ડિયામાં 30 વર્ષના ક્રિકેટરને 80 વર્ષના વૃદ્ધ સમજવા લાગે છે. મને લાગે છે કે આપ 30 વર્ષની ઉંમરે કરિયરના ટોચ પર હોવ છો. અત્યારે પણ મને લાગે છે કે હું બેસ્ટ બેટિંગ કરી શકું છું. પરંતુ દુર્ભાગ્યવશ મને તકો જ ઓછી મળી અને મને અત્યારે બહાર તકો શોધવી પડી રહી છે.
ઈન્ડિયન ટીમમાં મુરલીનો શાનદાર સ્કોર:
મુરલીએ વર્ષ 2008માં ઈન્ડિયન ટીમમાં ડેબ્યુ કર્યું હતું. ઇન્ડિયા માટે મુરલી 61 ટેસ્ટ, 17 વનડે અને 9 ટી20 મેચ રમી ચુક્યો છે. 61 ટેસ્ટ મેચોમાં તેણે 38.29ના સરેરાશે 3982 રન બનાવ્યા છે. ત્યાં જ વનડે મેચોમાં 21.19ના સરેરાશથી 339 રન ફટકાર્યા છે અને ટી20માં 18.78ના સરેરાશે 169 રન બનાવ્યા છે. મુરલીને ઓસ્ટ્રેલિયા સામે રમાયેલ વર્ષ 2018ની ટેસ્ટ મેચમાં તક મળી હતી ત્યાર પછી તેને અત્યાર સુધી ટીમમાં રમવાનો મોકો મળ્યો નથી.