Today Gujarati News (Desk)
એપલ iPhone સહિત અન્ય તમામ ઈલેક્ટ્રોનિક્સ પ્રોડક્ટ્સ બનાવતી તાઈવાનની કંપની ફોક્સકોન ટૂંક સમયમાં કર્ણાટકમાં એક મોટો પ્લાન્ટ સ્થાપવા જઈ રહી છે. આ માટે કંપની મોટું રોકાણ પણ કરશે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે આ પ્લાન્ટ મોટા પાયે રોજગારની તકો ઉભી કરશે. જો કે આ તમામ બાબતો વચ્ચે એક ચિંતાજનક સમાચાર પણ સામે આવી રહ્યા છે.હવે ત્રણના બદલે બે શિફ્ટમાં જ કામ થશે
મળતા અહેવાલ અનુસાર, એપલ અને ફોક્સકોનના દબાણમાં કર્ણાટક સરકારે શ્રમ કાયદામાં મોટા ફેરફાર કર્યા છે. આ ફેરફાર બાદ હવે કર્ણાટકમાં પણ કંપનીઓ તેમની ફેક્ટરીમાં ત્રણને બદલે બે શિફ્ટમાં કામ કરી શકશે. એટલે કે કર્ણાટકમાં 9-9 કલાકની શિફ્ટને બદલે ચીનની જેમ 12-12 કલાકની શિફ્ટમાં કામ કરવું શક્ય બનશે.
શું થશે આ કાયદાની અસર
કાયદામાં કરાયેલા નવા ફેરફારો બાદ હવે એક સપ્તાહમાં વધુમાં વધુ 48 કલાક કામ કરવાની છૂટ આપવામાં આવશે. જો કે, ત્રણ મહિનાના સમયગાળા માટે ઓવરટાઇમ 75 કલાકથી વધારીને 145 કલાક કરવામાં આવ્યો છે.