Today Gujarati News (Desk)
દેશમાં અચાનક હવામાનમાં પલટો આવ્યા બાદ જીનજીવન સહિત ખેડૂતોના પાક પર ગંભીર અસર જોવા મળી રહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આ સપ્તાહે ઘણા રાજ્યોમાં વરસાદની સંભાવના છે. 23 માર્ચથી સ્થિતિ વધુ ખરાબ થઈ શકે છે. હવામાન વિભાગે કેટલાક રાજ્યો માટે યલો એલર્ટ અને કેટલાક માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.
23 માર્ચ એટલે કે ગુરુવારથી પશ્ચિમ હિમાલયનું ક્ષેત્ર તેમજ પંજાબ, હરિયાણા, દિલ્હી, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન જેવા રાજ્યો સહિત ઉત્તર પશ્ચિમ ભારતમાં ગાજવીજ સાથે વરસાદ શરૂ થવાની સંભાવના છે. તો અમદાવાદના હવામાન વિભાગના નિયામક મનોરમા મોહંતીએ જણાવ્યું કે, મંગળવારે હળવો વરસાદ થવાની શક્યતા છે, ઉપરાંત ગુજરાતમાં આગામી 3-4 દિવસ સુધી હળવો વરસાદ થવાની સંભાવના છે.IMDના જણાવ્યા મુજબ અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, પશ્ચિમ બંગાળ અને સિક્કિમના કેટલાક અન્ય હિસ્સાઓમાં આજે ભારે વરસાદ (64.5 મીમીથી 115.5 મીમી) થઈ શકે છે. આગામી 3 દિવસ દરમિયાન પશ્ચિમ બંગાળ, સિક્કિમ અને ઉત્તર પૂર્વીય રાજ્યોમાં ગાજવીજ અને વીજળીના કડાકાભડાકા અને ચમકારા સાથે હળવોથી મધ્યમ વરસાદ ચાલુ રહી શકે છે. 22મી એટલે કે આવતીકાલે અરુણાચલ પ્રદેશ, આસામ અને મુગલિયામાં જુદા જુદા વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે.
હવામાન વિભાગના જણઆવ્યા મુજબ રાજધાની દિલ્હીમાં માત્ર 3 કલાકમાં 6.6 મીમી વરસાદ નોંધાયો હતો, જે અગાઉ ત્રણ વર્ષ પહેલા માર્ચમાં પડ્યો હતો. રાષ્ટ્રીય રાજધાનીમાં વાતાવરણ ખુશનુમા રહેશે. વાદળછાયું આકાશ અને હળવો વરસાદ અથવા ઝરમર વરસાદની શક્યતા છે. મહત્તમ અને લઘુત્તમ તાપમાન અનુક્રમે 26 અને 16 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની ધારણા છે.