Today Gujarati News (Desk)
દનિયાભરમાં વોટ્સએપ સૌથી વધારે વપરાતી મેસેજિંગ પ્લેટફોર્મ છે. અને આ એપ પર તમને કેટલાય નવા ફીચર જોવા મળે છે. આ પ્લેટફોર્મ પર વિશેષ પ્રકારનાં ફીચર જોડાયેલા છે. જો તમારા વિસ્તારમાં ઈન્ટરનેટ ના હોય તો પણ આ ફીચરથી વોટ્સએપ પર કામ કરી શકશો.
એટલે કે જો તમારા વિસ્તારમાં ઈન્ટરનેટ બંધ કરવામાં આવે તો પણ તમે વોટ્સએપ વાપરી શકો છો. વોટ્સએપ દ્વારા Proxy સપોર્ટ આપવામાં આવ્યુ છે. જેની મદદથી તમે ઈન્ટરનેટ ના હોય તો પણ યુજર્સ પોતાનુ કામ કરી શકશે. અને તેમના મિત્રો સાથે વોટ્સએપ યુઝ કરી શકશો.
Storage and Data નું ઓપ્શનમાં જઈ પ્રોક્સી સેટીંગ કરવુ પડશે.
આ ફીચરનો ઉપયોગ કરવા માટે તમારે WhatsAap Setting માં જવુ પડશે. જે એપ્લીકેશનની ટોપ કોર્નર પર મૌજુદ ત્રણ ડોટ પર ક્લીક કરવુ પડશે. અહી તમને Storage and Data નું ઓપ્શન મળશે, તેના પર ક્લીક કરવુ પડશે. હવે તમારે Proxy નો ઓપશન પર જઈ તેના પર ક્લીક કરવુ પડશે. અને Use Proxy પર જવુ પડશે.
Proxy Address એન્ટર કરી સેવ કરવુ પડશે
અહી તમને એક Proxy Address એન્ટર કરી સેવ કરવુ પડશે. આ રીતે તમે એક પ્રોક્સી નેટવર્કથી કનેક્ટ કરવામાં આવે છે. આ ઉપરાંત કેટલાક પ્રોક્સી નેટવર્ક ફ્રી હોય છે, જો કે તેના માટે થોડા પૈસા ખર્ચ કરવો પડશે.