Today Gujarati News (Desk)
આમ તો મોટાભાગના લોકો પોતાની જોબ માટે ઈન્ટરવ્યુ માટે જાય છે ત્યારે ઘણી બધી તૈયારી કરીને જતા હોય છે. તે પોતાની જોબ સંબધિત વાતો સાથે અભ્યાસ કરીને જાય છે. જો કે કેટલીક કંપનીના બોસ એવા પણ હોય છે કે પોતાના ઉમેદવારને કોફી પીવડાવ્યા બાદ જ નોકરી માટે ફાઈનલ કરે છે. અને જો તમે તેમા ફેલ થયા તો તમારી કોઈપણ ડિગ્રી કે અનુભવ કામ નહી આવે.
દરેક કંપની પોતાના કર્મચારીની પસંદગી માટે વિવિધ પ્રકારની ટેકનીક અપનાવતા હોય છે
તમે ભલે તેને મજાક સમજતા હોય પરંતુ આ હકીકત છે, દરેક લોકોને પોતાના ઉમેદવાર પસંદગી માટેની સ્ટાઈલ હોય છે. કે તે કઈ રીતે પોતાના કર્મચારીને પસંદ કરવા. અનુભવ સાથે સાથે કોફીના ટેસ્ટ કરતાં જ કર્મચારી નક્કી થઈ જતો હોય છે. આ દરમ્યાન સામેવાળાને ખબર પણ નહી પડે કે કંપનીની કઈ વાત તેનુ ભવિષ્ય નક્કી કરશે.
કોફી પીવડાવી તેનો એટીટ્યુટ દેખવામાં આવે છે
ઓસ્ટ્રિેલિયાની એક સોફ્ટવેઅર કંપની Copmono ના CEO એ જણાવ્યુ કે તે પોતાની કંપનીમાં કર્માચારીને લેતા પહેલા એક એટીટ્યુટ ટેસ્ટ લેતા હોય છે. તેના માટે કંપની ઈન્ટરવ્યુ દરમ્યાન કેન્ડીડેટને કિચનમાં લઈ જવામાં આવે છે. અને ત્યા તેમની સાથે કોફી પીવામાં આવે છે. વાત કરતા કરતા ફરી તે પોતાની જગ્યા પર પાછા આવી જાય છે. વાતચિત દરમ્યાન તે પોતાની કોફી પુરી થઈ જાય છે. ત્યારે CEO ની નજર એ વાત પર રહે છે આ શખ્સ તેનો કોફીનો મગ ક્યા મુકે છે. અને તેના પરથી તેની જોબ ફાઈનલ થાય છે.
કેટલીકવાર કંપની HR મેનેજરને રિસેપ્શનિસ્ટ બનાવીને બેસાડી દેવામાં આવે છે
જેમા કંપની કિચનમાં ચેક કરે છે કે કોફી પીધા પછી કોણ તેને ધોઈને મુકે છે અને ખરાબ રીતે મુકીને જતા રહે છે. જે લોકો કોફીના મગને ગંદો મુકીને જતા રહે છે તેવા કેન્ડીડેટને નોકરીમાં રાખતા નથી. આટલુ જ નહી કેટલીકવાર કંપની HR મેનેજરને રિસેપ્શનિસ્ટ બનાવીને બેસાડી દેવામાં આવે છે. કે જેથી કરીને કેન્ડીડેટના એટીટ્યુટ પરથી નક્કી કરવામાં આવે છે.