Today Gujarati News (Desk)
મધ્યપ્રદેશના ઈન્દોરમાં રામનવમીના અવસર પર એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. શહેરના સ્નેહ નગર પાસેના પટેલ નગરમાં શ્રી બેલેશ્વર મહાદેવ ઝુલેલાલ મંદિરની કૂવાની છત ધરાશાયી થતાં 25થી વધુ લોકો કૂવામાં પડી ગયા છે. સ્થળ પર હાજર લોકો કૂવામાં પડેલા લોકોને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. 7 લોકોને રેસ્ક્યુ કરી બહાર નીકાળવામાં આવ્યા.
અધિકારીઓએ જણાવ્યું કે, પટેલ નગરના મંદિરમાં થયેલી દુર્ઘટના બાદ રાહત અને બચાવ કાર્ય શરૂ કરી દેવામાં આવ્યુ છે.
એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું કે ધાર્મિક કાર્યક્રમ દરમિયાન મંદિરમાં પ્રાચીન છત પર ભક્તોની મોટી ભીડ એકઠી થઈ હતી અને છત વધુ લોકોનો બોજ સહન કરી શકી ન હતી અને તે તૂટી પડી હતી.ઈન્દોરના સાંસદ શંકર લાલવાણીએ કહ્યું કે સંખ્યા વિશે જણાવવું મુશ્કેલ છે. 7 લોકોને બહાર કાઢવામાં આવ્યા છે. અમારી પ્રાથમિકતા કુવામાં પડેલા લોકોને વહેલી તકે બહાર કાઢવાની છે. રેસ્ક્યુ ટીમ, પોલીસ અને સ્થાનિક લોકો લોકોને બહાર કાઢવામાં વ્યસ્ત છે. જેમને બહાર કાઢવામાં આવ્યા છે તેઓને હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે લોકોને દોરડા લગાવીને બહાર કાઢવામાં આવી રહ્યા છે. રેસ્ક્યુ ટીમ કૂવામાંથી લોકોને બહાર કાઢવાનો પ્રયાસ કરી રહ્યા છે.