Today Gujarati News (Desk)
ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશનને એક મોટી સફળતા મળી છે. ISROના વૈજ્ઞાનિકોએ DRDO અને ભારતીય વાયુસેના સાથે મળીને આજે કર્ણાટકના ચિત્રદુર્ગમાં એરોનોટિકલ ટેસ્ટ રેન્જ ખાતે RLV LEXનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યુ હતું. ઈસરોના જણાવ્યા અનુસાર આ પુનઃઉપયોગ કરી શકાય તેવું લોન્ચ વ્હીકલ ઓટોનોમસ લેન્ડિંગ મિશન આજે સવારે કર્ણાટકના ચિત્રદુર્ગ ખાતે એટીઆરથી પરીક્ષણ કરવામાં આવ્યું હતું. RLVએ સવારે 7.10 વાગ્યે ઉડાન ભરી અને સવારે 7.40 વાગ્યે એટીઆર એરસ્ટ્રીપ પર સફળતાપુર્વક લેન્ડ કર્યું હતું.
RLV LEXને ભારતીય વાયુસેનાના ચિનૂક હેલિકોપ્ટર દ્વારા લાવવામાં આવ્યું હતું. તેને 4.5 કિમીની ઉંચાઈ પર લઈ જવામાં આવ્યું હતું અને 4.6 કિમીની રેન્જમાં છોડવામાં આવ્યું હતું. તેના ઉંચાઈ પર છોડ્યા બાદ ફરીથી વાપરી શકાય તેવું લોન્ચ વ્હીકલ ધીમી ગતિએ ઉપડ્યું. થોડા સમય બાદ તે લેન્ડિંગ ગિયર સાથે એટીઆરમાં ઉતર્યુ હતું.
ISROની સાથે IAFએ આ પરીક્ષણમાં યોગદાન આપ્યું હતું
ISROની સાથે ભારતીય વાયુસેના, સેન્ટર ફોર મિલિટરી એરવર્થિનેસ એન્ડ સર્ટિફિકેશન, એરોનોટિકલ ડેવલપમેન્ટ એસ્ટાબ્લિશમેન્ટ અને એરિયલ ડિલિવરી રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ એસ્ટાબ્લિશમેન્ટએ પરીક્ષણમાં યોગદાન આપ્યું હતું.