Today Gujarati News (Desk)
ગુજરાતમાં ચાઈનીઝ દોરીએ એક 3 વર્ષની બાળકીનો ભોગ લીધો છે. સરકારે 1 જાન્યુઆરીથી ઝુંબેશ ઉઠાવી 1500 ફરિયાદ કરી હોવા છતાં ચાઈનીઝ દોરી લોકોનો ભોગ લઈ રહી છે. રાજકોટના બેડી વિસ્તારમાં એક તરૂણને ચાઈનીઝ દોરીથી ઈજા થતાં 29 ટાંકા આવ્યાં છે. તેને હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો છે. બીજી બાજુ મહેસાણાના વિસનગરમાં 3 વર્ષની બાળકીનો ચાઈનીઝ દોરીએ જીવ લીધો છે.
વિસનગરના કડા દરવાજા પાસે આ ઘટના બની હતી. જેમાં 3 વર્ષીય માસૂમ બાળાનું ચાઈનીઝ દોરીથી મોત નિપજ્યું છે. તેની માતા તેડીને જતી હતી એ વખતે ચાઇનીઝ દોરી વાગી હતી. આ ઘટનામાં ક્રિષ્ના ઠાકોર નામની બાળાનું મોત નિપજ્યું છે. બાળકીના ગળામાં ભાગમાં દોરી વાગી હતી. બાળકીના મોતને લઇ પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.