Today Gujarati News (Desk)
વિશ્વના સૌથી ઝડપી દોડવીરમાંથી એક જમૈકાના ઉસેન બોલ્ટ અચાનક કંગાળ થઈ ગયા છે. તેમણે અત્યાર સુધીમાં કરેલી કમાણી અને નિવૃત્તિમાં મળેલા નાણાં ગાયબ થઈ ગયા છે. લંડનથી લઈને બીજિંગ ઓલમ્પિકમાં નવા રેકોર્ડો સર્જનાર ઉસેન બોલ્ટ સાથે જે થયું તે જાણીને હોંશ ઉડી જશે. ઓલમ્પિક રમતોમાં ઉસેન બોલ્ટ વિશ્વના દિગ્ગજ દોડવીરોને પાછળ છોડી 8 વખત ગોલ્ડ મેડલ જીતવામાં સફળ રહ્યા છે. હાલ તેઓ નિવૃત્તિ બાદ ફરી ચર્ચામાં છે. આ વખતે તેઓ રેકોર્ડેને લઈને નહીં પણ છેતરપિંડીના કારણે ચર્ચામાં આવી ગયા છે. અહેવાલો મુજબ ઉસેન બોલ્ટના ખાતામાંથી 98 કરોડ રૂપિયા ગાયબ થઈ ગયા છે.
ઉસેન બોલ્ટના વકીલે કંપનીને લખ્યો પત્ર
ઉસેન બોલ્ટના ઈન્વેલ્ટમેન્ટ એકાઉન્ટમાંથી 98 કરોડ રૂપિયા ગાયબ થઈ ગયા છે. તેમનુ આ એકાઉન્ટ સ્ટૉક્સ એન્ડ સિક્યોરિટીઝ લિમિટેડ (SSL) કંપની સાથે હતું. એસોસિએટ્સ પ્રેસમાં જણાવ્યું કે, આ જમૈકાની એક રોકાણ કંપની છે. બીજીતરફ ઉસેન બોલ્ટના વકીલે કંપનીને લેટર મોકલી બોલ્ટના નાણાં પરત આપવા કહ્યું છે. વકીલે લેટરમાં લખ્યું કે, જો આ સત્ય છે, જોકે એવું ન થાય. અમારા ગ્રહાક સાથે છેતરપિંડી અથવા ચોરી જેવો ગુનો આચરવામાં આવ્યો છે.
ઉસેન બોલ્ટ કોર્ટમાં જવાની તૈયારીમાં
11 જાન્યુઆરીએ ઉસેન બોલ્ટને જાણ થઈ કે, તેમનું ફંડ ગાયબ થઈ ગયું છે, ત્યારે ગત બુધવારે તેમના વકીલે કંપનીને નાણાં પરત આપવાની માંગ કી છે. વકીલે કહ્યું કે, જો કંપની 10 દિવસની અંદર નામાં પરત ન આપે તો તેના વિરૂદ્ધ કેસ કરવામાં આવશે. જ્યારે એક અન્ય અહેવાલો મુજબ કંપનીને 8 દિવસનો સમય અપાયો છે. જો કંપનીએ નિર્ધારિત દિવસોમાં નાણાં પરત ન આપ્યા તો ઉસેન બોલ્ટની યોજના આ કેસને સુપ્રીમ કોર્ટમાં લઈ જવાની છે. બોલ્ટના એકાઉન્ટમાંથી લગભગ 12.8 મિલિયન ડોલર હતા. વકીલના જણાવ્યા મુજબ, હવે તેમના ખાતામાં માત્ર 12 હજાર ડોલર બચ્યા છે. જોકે આ મામલામાં કંપની તરફથી કોઈ સત્તાવાર નિવેદન કરવામાં આવ્યું નથી.