Today Gujarati News (Desk)
ઉ.કોરિયાએ ગુરુવારે ફરી એક બેલેસ્ટિક મિસાઈલ લોન્ચ કરી હતી જે કોરિયન ટાપુ અને જાપાન વચ્ચે પડી હતી. તેના પછી જાપાની સરકારે સાવચેતીરૂપે હોક્કાઈડોમાં રહેતા લોકોને ઘરોમાં રહેવાનો આદેશ જારી કરી દીધો હતો. દ.કોરિયાના જોઈન્ટ ચીફ ઓફ સ્ટાફે કહ્યું કે મિસાઈલ ઉ.કોરિયાની રાજધાની પ્યોંગયાંગ નજીકથી લોન્ચ કરાઈ હતી. આ મિસાઈલ મિડલ રેન્જ કે લાંબા અંતરનો હથિયાર છે.
જાપાન સરકારનું એલર્ટ
જાપાનની સરકારે હોક્કાઈડો નજીક રહેતા લોકોને બિલ્ડિંગ કે અંડરગ્રાઉન્ડ જગ્યા પર શરણ લેવા કહ્યું. જાપાની સરકારે એક ચેતવણી જાહેર કરતા કહ્યું કે તાત્કાલિક ધોરણે જગ્યા ખાલી કરે. જોકે એ પણ સ્પષ્ટતા કરાઈ હતી કે આ મિસાઈલ જાપાનના ક્ષેત્રમાં પડી નહોતી. જાપાનના સંરક્ષણમંત્રીએ કહ્યું કે ઉ.કોરિયા દ્વારા ઝિંકાયેલી મિસાઈલ સંભવિત રીતે ઈન્ટરકોન્ટિનેન્ટલ બેલેસ્ટિક મિસાઈલ હતી.