Today Gujarati News (Desk)
મેડિકલ સાયન્સ હોય કે આયુર્વેદ, દરેક જગ્યા પર એ કહેવામં આવ્યુ છે કે, માનવીના શરીર માટે 6 થી 8 કલાકની ઊંઘ ખૂબ જ જરૂરી છે. જો તે 1 દિવસ ઊંઘ ન લે તો પણ લોકો બેચેન થઈ જાય છે.
આજે અમે તમને એક એવા વ્યક્તિની વાત કરવાના છીએ જે માત્ર 1-2 કે 10-20 રાત જ નહીં પરંતુ આખા 62 વર્ષથી સૂતા જ નથી. અજબ વાત એ છેકે, આ વ્યકિતન સુતા નથી છતાં આટલા ફિટ છે.
વિયેતનામના રહેવાસી 80 વર્ષીય થાઈ એન્જોકનો દાવો છે કે તે 1962થી સુતા નથી. 61 વર્ષ પહેલા તેમની ઊંઘ એવી રીતે ગાયબ થઈ ગઈ હતી કે,આજ સુધી તેમનું ઠેકાણું નથી. તેમની પત્ની અને બાળકોએ પણ તેમને 6 દાયકા સુધી સૂતા જોયા નથી.
એન્જોકના જણાવ્યા અનુસાર, જ્યારે તે માત્ર 18 વર્ષના હતા, ત્યારે તેની તબિયત ખરાબ થઈ ગઈ હતી. તેને ખૂબ તાવ આવ્યો હતો તેથી તેમની ઊંઘ ઊડી ગઈ હતી. થોડા સમય માટે એવું લાગતું હતું કે,તેમની તબિયત નાદુરસ્ત હોવાને કારણે તેઓ ઊંઘી શકતા નથી પણ સમય વીતતો ગયો અને જાણવા મળ્યું કે હવે તે બિલકુલ ઊંઘી શકતા નથી. પ્રખ્યાત YouTuber Drew Binsky થાઈ એન્જોકનો ઈન્ટરવ્યુ કર્યો જે બાદ આ સ્ટોરી બહાર આવી.
નિષ્ણાતોની સલાહ લેવામાં આવી ત્યારે જાણવા મળ્યું કે તેને ઇન્સોમ્રિયા અથવા અનિદ્રા કહેવાય છે. જેના કારણે શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે. એન્જોક કહે છે કે, ઘણી વખત વધારે ડ્રીંક કરી લે છે છતાં તેમને ઉંઘ નથી આવતી અને મન સક્રિય રહે છે.