(Today Gujarati )
(ધનેશ પરમાર, ટુડે ડેસ્ક)
ગાંધીનગર પ્રદેશ કાર્યાલયશ્રી કમલમ ખાતે માન.પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલજીની અધ્યક્ષતામાં તેમજ સંગઠન મહામંત્રીશ્રી રત્નાકરજી અને રાષ્ટ્રીય પ્રવકતાશ્રી પ્રેમશુકલાજીની વિશેષ ઉપસ્થિતિમાં પ્રદેશ મીડિયા વિભાગની એક દિવસીય કાર્યશાળા ૨૪ એપ્રિલ નાં રોજ યોજાઇ હતી.
આ વર્કશોપ માં આજના યુગનાં મીડિયાએ સમીક્ષા તેમજ સામાજિક અને રાજકીય ગતિવિધિઓનાં પ્રસારનું મહત્વનું અંગ હોવાની બાબત પ્રબંધનનાં પાયાના સિદ્ધાંતોની છણાવટ સંગઠન મહામંત્રીશ્રી રત્નાકરજીએ કરી હતી.તો વળી શ્રી પ્રેમકુમાર શુક્લાજી એ કોંગ્રેસે જ્યારે તુષ્ટિકરણ થી ભ્રષ્ટીકરણની યાત્રા કરી છે ત્યારે તે અંગેના મુદ્દાઓ લોકો સમક્ષ મુકવાની જરૂર છે તેવું જણાવ્યું હતું.જ્યારે અન્ય વક્તા શ્રી યમલભાઈ વ્યાસે સરકારી યોજનાઓનો લાભ માળખાના તમામ લોકો સુઘી પહોંચે તે અત્યંત આવશ્યક છે અને આમ કરવાથી લોકો લાગણી અને કૃતજ્ઞતા થી જોડાતા હોય છે તેવું જણાવ્યું હતું.
આ વર્કશોપ ગાંધીનગર કમલમ ખાતે માન.પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલજીની અધ્યક્ષતામાં તેમજ સંગઠન મહામંત્રીશ્રી રત્નાકરજી અને રાષ્ટ્રીય પ્રવકતાશ્રી પ્રેમશુકલાજીની વિશેષ ઉપસ્થિતિમાં પ્રદેશ મીડિયા વિભાગ રાજ્યભરની મીડિયા ટીમ સાથે યોજાયો હતો..
પ્રદેશ પ્રમુખ શ્રી સીઆર પાટિલે આધુનિક સોશિયલ મીડિયા જગતમાં પ્રચાર પ્રસાર મહત્વ સમજાવ્યું
માન.પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલજીએ ઉપસ્થિત અને અપેક્ષિત મિડિયા સેલના તમામ કાર્યકર્તાઓ ને મીડિયાનું મહત્વ સમજાવતા કહ્યું કે આજના યુગમાં ઇલેક્ટ્રોનિક અને સોશિયલ મિડિયાનું ઘણું જ મહત્વ છે. આ બાબત ધ્યાને લઈ માન.અઘ્યક્ષશ્રી એ કાર્યકરોને સાંપ્રત પ્રવાહોથી વાકેફ લઈને પક્ષનો પક્ષ અભ્યાસપૂર્ણ રીતે મૂકવા માટે અમૂલ્ય માર્ગદર્શન આપ્યું. ઓછામાં ઓછાં શબ્દોમાં મક્કમતાપૂર્વક કરાતી માહિતીસભર સચોટ રજૂઆત વાંચકો અને દર્શકોને પ્રભાવિત કરતી હોય છે. નમો તથા સરલ એપ દરેક મીડીયા સભ્યોને તેમના તથા તેમના બુથના તમામ કાર્યકરોના સ્માર્ટફોન માં ડાઉનલોડ કરી તેનો સુચારુ ઉપયોગ કરવા આહવાન કર્યુ.
શ્રી પાટીલજીએ વધુમાં જણાવ્યુ કે, ગત ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં અભુતપૂર્વ વિજય માટે રાજ્યના મીડીયા વિભાગનાં તમામ લોકોની મહત્વપૂર્ણ અને યશસ્વી કામગીરી બદલ પ્રશંસા કરતા માન. અઘ્યક્ષ શ્રી સીઆર પાટીલ સાહેબે જણાવ્યુ હતુ કે ગુજરાત ભાજપ સંગઠનનાં મીડીયા વિભાગ દ્વારા થયેલ મીડીયા મેનેજમેન્ટ એક મોડલ મેનેજમેન્ટ તરીકે આજે કર્ણાટકની વર્તમાન ચૂંટણીમાં માર્ગદર્શક મોડેલ તરીકે તેનો ભાગ ભજવી રહ્યું છે. કર્ણાટકમાં મીડિયાની પ્રચાર પ્રસાર વ્યવસ્થા ગુજરાત જેવા જ મીડીયા સેન્ટરો ગુજરાતના પ્રદેશ મીડીયા કન્વિનર ડૉ યજ્ઞેશ દવે અને ટિમ દ્વારા ઉભા કરાયા છે જે આપણા સૌ માટે ગૌરવનો મુદ્દો છે.
અંતમાં ગુજરાત પ્રદેશ ભાજપ નાં માન. અઘ્યક્ષ શ્રી સીઆર પાટીલજીએ ઉપસ્થિત સૌકોઈ મીડીયા સેલના સભ્યોને અગામી ૨૦૨૪ ની લોકસભા ચૂંટણીમાં માત્ર ૨૬ માથી ૨૬ બેઠકો નહિ બલ્કે ૨૬ એ ૨૬ બેઠકો પાંચ લાખની સરસાઈ થી જીતવા માટે સંકલ્પબદ્ધ કર્યા હતા; જે શંખનાદ તમામે પૂરા જોમ અને જુસ્સા સાથે વધાવી લીધો હતો.
માન. પ્રદેશ ભાજપ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજીએ કાર્યશાળાની આવશ્યકતા તેમજ અનિવાર્યતાનું મહત્વ સમજાવતા કહ્યું કે આજના યુગનાં મીડિયાએ સમીક્ષા તેમજ સામાજિક અને રાજકીય ગતિવિધિઓનાં પ્રસારનું મહત્વનું અંગ હોવાની બાબત પ્રબંધનનાં પાયાના સિદ્ધાંતોની છણાવટ કરી સમજાવી હતી. જાહેર મંચો ઉપર સક્રિય લોકોને યોગ્ય વૈચારીક રૂપથી સંકલિત રાખીને પ્રવાહોથી વાકેફ કરવા કહ્યું હતું.
શ્રી રત્નાકરજીએ ઘટનાક્રમો તરફનાં દૃષ્ટિકોણ માં પક્ષનો મત પ્રસ્તુત કરવામા સક્રિયતા અને સભાનતા મહત્વ હોવાની બાબત ઉંડાણપૂર્વક સમજાવી હતી. જીલ્લા સ્તરના મીડીયા સભ્યોએ સ્થાનીક પત્રકારો સાથે સંકલન સાધી સ્થાનીક ઘટનાઓનાં પાસાઓ પ્રસ્તુત કરવા સક્રિયતા દાખવવા આગળ આવવા જણાવ્યુ હતુ. આ ઉપરાંત માન. પ્રદેશ ભાજપ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી એ ન્યુઝ પોર્ટલ અને સોશિયલ મિડિયા મંચો તેમજ ન્યુઝ પોર્ટલનાં માધ્યમ નો સુચારુ ઉપયોગ કરી જીલ્લા સ્તરે મીડીયા સભ્યોને માળખું ઉભું કરવા હાકલ કરી હતી.
રાષ્ટ્રીય ભાજપ પ્રવક્તા શ્રી પ્રેમ શુક્લાજીએ વિવિઘ મુદ્દાઓને સંક્ષિપ્તમાં આવરી લઈ પ્રસ્તુતિ કરવાની પદ્ધતિ પર ભાર મુકતા કેવી રીતે અસરકારક રજૂઆત કરવી તે સમજાવ્યું. તેઓએ વિવિઘ રાષ્ટ્રીય અને સ્થાનીક ઘટનાઓનાં દૃષ્ટાંતો માં યોગ્ય અભિગમ અપનાવવાનાં દાખલાઓ ઉપસ્થિત ગુજરાત મીડીયા સેલ ના સભ્યોને શીખવ્યા હતા. આ સાથે જ તેઓએ ગુજરાતમા મોકલતા રાષ્ટ્રીય મુદ્દાઓ પરના સૂચનોને મૂલ્ય વર્ધિત કરી પરત મોકલવાની કુનેહના વખાણ કર્યા હતા. તેઓએ કહ્યું હતું કે કોંગ્રેસે જ્યારે તુષ્ટિકરણ થી ભ્રષ્ટીકરણની યાત્રા કરી છે ત્યારે તે અંગેના મુદ્દાઓ લોકો સમક્ષ મુકવાની પણ વાત કહી હતી.
માન. પ્રદેશ ભાજપ મુખ્ય પ્રવકતાશ્રી યમલભાઈ વ્યાસે તેમના વક્તવ્યમાં જણાવ્યું હતું કે, પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડીયાના સહાયક બની આપણે આપણી જવાબદારી નિભાવવાની હોય છે. સરકારી યોજનાઓનો લાભ માળખાના તમામ લોકો સુઘી પહોંચે તે અત્યંત આવશ્યક છે અને આમ કરવાથી લોકો લાગણી અને કૃતજ્ઞતા થી જોડાતા હોય છે. મીડીયા ગૃહો નાના હોય કે મોટા સમાન રુપથી અગત્યના હોય છે.
શ્રી યમલભાઇએ વધુમાં જણાવ્યુ કે, મિડિયા સેલની મુખ્ય કામગીરી સમાચારો ને યોગ્ય રુપ અને ત્વરા થી પ્રસારિત અને પ્રવાહિત કરવાની છે. દરેક મીડીયા વિભાગના સદસ્યોએ તેમના વિધાનસભા ક્ષેત્રના પ્રવાહોમાં પક્ષનો પક્ષ સુચારુ રુપથી મીડીયા સમક્ષ પહોચાડવો જોઇયે. પ્રેસનોટ સંક્ષિપ્તમાં અને મુદ્દાસર લખવા અંગે પણ માન. પ્રદેશ ભાજપ મુખ્ય પ્રવકતા શ્રી યમલ વ્યાસજીએ માર્ગદર્શન પૂરું પાડયું હતું.
આ કાર્યક્રમમાં પ્રદેશ ભાજપનાં સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી, પ્રદેશ ભાજપ મીડીયા સેલના મુખ્ય પ્રવક્તા શ્રી યમલભાઈ વ્યાસ, સહ પ્રવકતાશ્રીઓ શ્રી હિતેન્દ્રભાઈ પટેલ, શ્રી ડૉ ઋત્વિજભાઈ પટેલ, ડૉ ભરતભાઈ ડાંગર તેમજ સહ કન્વિનરશ્રી ઝૂબીન આશરાએ કાર્યશાળાનું દીપ પ્રાગટ્ય કર્યું હતુ. અંતમાં ગુજરાત પ્રદેશ મિડિયા સેલના સહ પ્રવકતા શ્રી ભરતભાઈ ડાંગરે આભારવિધિ કરેલ.
આ કાર્યક્રમમાં પ્રદેશ સંગઠન મહામંત્રીશ્રી રત્નાકરજી, રાષ્ટ્રીય પ્રવકતાશ્રી પ્રેમકુમાર શુક્લાજી, પ્રદેશ મુખ્ય પ્રવકતાશ્રી યમલભાઈ વ્યાસ, પ્રદેશ સહ પ્રવકતાશ્રીઓ શ્રી કિશોરભાઇ મકવાણા, શ્રી ભરતભાઇ ડાંગર, શ્રી ડૉ.ઋત્વિજભાઈ પટેલ, શ્રી હિતેન્દ્રભાઈ પટેલ સહિત, ઝોન પ્રવકતાશ્રીઓ, ઝોન કન્વીનરશ્રી, સહ-કન્વીનરશ્રીઓ, જીલ્લા/મહાનગર કન્વીનરશ્રી, સહ-કન્વીનરશ્રીઓ, વિધાનસભા ઇન્ચાર્જશ્રી, સહ-ઇન્ચાર્જશ્રીઓ સહિત પ્રદેશ હોદ્દેદારો સહિત કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.