Today Gujarati News (Desk)
હવામાન વિભાગ દ્વારા ગઈકાલ રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી હતી જેમા આગામી તા. 5, 6 અને 7 એપ્રિલના રોજ રાજ્યના સૌરાષ્ટ્ર, કચ્છ દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં વિવિધ વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી હતી. હવામાન વિભાગે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને રાજસ્થાનમાં સિસ્ટમ સક્રિય થવાને કારણે રાજ્યમાં ત્રણ દિવસ કમોસમી વરસાદી પડવાની શક્યતા દર્શાવી હતી. જેમાં ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, અરવલ્લી, સાબરકાંઠા, તેમજ મોરબી, કચ્છ, સુરેન્દ્રનગર, દ્વારકા, રાજકોટ, જામનગર, મહીસાગર, ભરૂચ, નર્મદા, તાપી સહિતના વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદ થવાની શક્યતા દર્શાવી હતી.
કચ્છ, ગાંધીધામના વિવિધ વિસ્તારોમાં કરા સાથે વરસાદ
હાલમાં મળતી માહિતી પ્રમાણે કચ્છ, ગાંધીધામના વિવિધ વિસ્તારોમાં કરા સાથે કમોસમી વરસાદ પડ્યો છે. કમોસમી વરસાદના કારણે લોકોમાં ચિંતા થવા લાગી છે. આ સાથે ખેડુતો ના ઉભા પાકને નુકસાન થવાની ભીતિ દેખાઈ રહી છે.
રાજકોટના ગોંડલમાં વાતાવરણમાં એકાએક પલટો આવતા કરા સાથે વરસાદ
આ ઉપરાંત રાજકોટના ગોંડલમાં વાતાવરણમાં એકાએક પલટો આવી ગયો હતો. અને થોડીક જ વારમાં કરા સાથે વરસાદ ખાબકી પડ્યો હતો.
હવામાન વિભાગનાં જણાવ્યા પ્રમાણે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને રાજસ્થાનમાં સિસ્ટમ સક્રિય થવાને કારણે રાજ્યમાં ત્રણ દિવસ કમોસમી વરસાદી પડવાની શક્યતા રહેલી છે. જેમાં ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, અરવલ્લી, સાબરકાંઠા, તેમજ મોરબી, કચ્છ, સુરેન્દ્રનગર, દ્વારકા, રાજકોટ, જામનગર, મહીસાગર, ભરૂચ, નર્મદા, તાપી સહિતના વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદ થવાની શક્યતા દર્શાવી છે.