Today Gujarati News (Desk)
રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી વચ્ચે કેટલાક વિસ્તારોમાં માવઠાની શરુઆતા થઈ હતી. રાજ્યમાં કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ પડતા ખેડૂતોને પાક બગડવાની ચિંતા થઈ છે. હવામાન વિભાગે આગામી કેટલાક દિવસોમાં ઘણા વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી કરી છે.
રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં આજે વાતાવરણમાં ફેરફાર જોવા મળ્યો હતો. આજે બનાસકાંઠામાં વહેલી સવારે કમોસમી વરસાદ પડ્યો હતો. આ ઉપરાંત અંબાજી પંથકમાં વરસાદી માહોલ સર્જાયો હતો. ડીસામાં હળવો વરસાદ વરસ્યો હતો. થોડાક દિવસ પહેલા જ હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી કરી હતી. આજે રાજ્યના અનેક શહેરોમાં વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યુ છે. રાજ્યમાં હજુ પણ કેટલાક વિસ્તારોમાં વરસાદની સંભાવના છે. હવામાના વિભાગનની આગાહી મુજબ આગામી સમયમાં મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત તેમજ સોરાષ્ટ્રમાં વરસાદ પડી શકે છે. વરસાદની આગાહીના પગલે કેટલાક માર્કેટ યાર્ડો બંધ કરવાની જાહેરાત કરવામાં આવી હતી.