Today Gujarati News (Desk)
બેંગ્લોરમાં સિદ્ધારામૈયા અને ડીકે શિવકુમારના સમર્થકોએ પોસ્ટકો લગાવ્યા.
(રીના પરમાર ,ડેસ્ક )
Karnataka election result 2023: કર્ણાટક વિધાનસભા ચૂંટણી 2023ના પરિણામમાં કોંગ્રેસે સ્પષ્ટ બહુમતી મેળવી જીત હાંસલ કરી છે. હવે કોંગ્રેસ કર્ણાટકમાં સરકાર બનાવવામાં વ્યસ્ત છે. કોંગ્રેસ રાજ્યની કુલ 224 વિધાનસભા બેઠકોમાંથી કોંગ્રેસે 135 બેઠકો જીતી છે, પરંતુ આ બધાની વચ્ચે કોંગ્રેસ માટે સૌથી મોટો પડકાર એ છે કે કોને મુખ્યમંત્રી બનવવા. કોંગ્રેસ તરફથી સૌથી વધુ બે નામોની ચર્ચા થઈ રહી છે. પહેલું નામ કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી સિદ્ધારમૈયાનું અને બીજું નામ રાજ્ય કોંગ્રેસ અધ્યક્ષ ડીકે શિવકુમારનું છે. આવી સ્થિતિમાં કોંગ્રેસ માટે બેમાંથી કોઈ એકને પસંદગી કરવી સરળ કાર્ય નથી. હાલની સ્થિતિમાં કોંગ્રેસ બહુ સમજી વિચારીને નિર્ણયો લેશે.
ડીકે શિવકુમાર ને મુખ્યમંત્રી બનાવો : પોસ્ટર વોર |
કર્ણાટકના વિધાનસભા ચૂંટણી પરિણામ બાદ રાજ્યમાં નવા મુખ્યમંત્રીનું નામ નક્કી કરવા માટે કોંગ્રેસે રવિવારે (14 મે, 2023) ધારાસભ્યો બેઠક બોલાવી છે. કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ ડીકે શિવકુમારે કહ્યું કે આજે સાંજે લગભગ 6 વાગ્યે બેંગલુરુની હોટલ શાંગરી-લામાં કોંગ્રેસ ધારાસભ્ય દળની બેઠક બોલાવવામાં આવી છે. આ બેઠકમાં જે પરિણામ આવશે તેને કેન્દ્રીય નેતૃત્વ સમક્ષ મૂકવામાં આવશે.
સિદ્ધા્રમૈયા ને સીએમ બનાવો : પોસ્ટર વોર |
ડીકે શિવકુમારનો 15મી મેના રોજ બર્થ ડે છે..
કર્ણાટકમાં જીત હાંસલ થવાની સાથે જ પોસ્ટરો લગાવવાનું શરૂ થઈ ગયું છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા સિદ્ધારમૈયાના સમર્થકોએ બેંગલુરુમાં સિદ્ધારમૈયાના ઘરની બહાર એક પોસ્ટર લગાવ્યું હતું, જેમાં તેમને ‘કર્ણાટકના આગામી મુખ્યમંત્રી’ તરીકે દર્શાવ્યા હતા. તો બીજી બાજુ કર્ણાટક કોંગ્રેસના અધ્યક્ષ ડીકે શિવકુમારના સમર્થકોએ બેંગલુરુમાં તેમના નિવાસસ્થાનની બહાર પોસ્ટર લગાવ્યું હતું. જેમાં ડીકે શિવકુમારને રાજ્યના ‘સીએમ’ તરીકે જાહેર કરવાની માંગ કરવામાં આવી હતી. જેમાં શિવકુમારને રાજ્યના આગામી મુખ્યમંત્રી ગણાવીને તેમના જન્મદિવસની શુભેચ્છા પાઠવવામાં આવી છે. ડીકે શિવકુમારનો જન્મદિવસ 15મી મેના રોજ છે. તેમનો જન્મ 15 મે 1962ના રોજ થયો હતો, તેઓ સોમવારે 61 વર્ષના થશે.
કર્ણાટક વિધાનસભા ચૂંટણી :2023
કર્ણાટક વિધાનસભા ચૂંટણી 2023ના પરિણામમાં કોંગ્રેસે સ્પષ્ટ બહુમતી મેળવી જીત હાંસલ કરી છે. હવે કોંગ્રેસ કર્ણાટકમાં સરકાર બનાવવામાં વ્યસ્ત છે. કોંગ્રેસ રાજ્યની કુલ 224 વિધાનસભા બેઠકોમાંથી કોંગ્રેસે 135 બેઠકો જીતી છે, પરંતુ આ બધાની વચ્ચે કોંગ્રેસ માટે સૌથી મોટો પડકાર એ છે કે કોને મુખ્યમંત્રી બનવવા. કોંગ્રેસ તરફથી સૌથી વધુ બે નામોની ચર્ચા થઈ રહી છે. પહેલું નામ કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી સિદ્ધારમૈયાનું અને બીજું નામ રાજ્ય કોંગ્રેસ અધ્યક્ષ ડીકે શિવકુમારનું છે. આવી સ્થિતિમાં કોંગ્રેસ માટે બેમાંથી કોઈ એકને પસંદગી કરવી સરળ કાર્ય નથી. હાલની સ્થિતિમાં કોંગ્રેસ બહુ સમજી વિચારીને નિર્ણયો લેશે.
કર્ણાટકના વિધાનસભા ચૂંટણી પરિણામ બાદ રાજ્યમાં નવા મુખ્યમંત્રીનું નામ નક્કી કરવા માટે કોંગ્રેસે રવિવારે (14 મે, 2023) ધારાસભ્યો બેઠક બોલાવી છે. કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ ડીકે શિવકુમારે કહ્યું કે આજે સાંજે લગભગ 6 વાગ્યે બેંગલુરુની હોટલ શાંગરી-લામાં કોંગ્રેસ ધારાસભ્ય દળની બેઠક બોલાવવામાં આવી છે. આ બેઠકમાં જે પરિણામ આવશે તેને કેન્દ્રીય નેતૃત્વ સમક્ષ મૂકવામાં આવશે.
કર્ણાટક ચૂંટણી પરિણામે કોંગ્રેસને આપ્યા બજરંગ બલી! દેશની રાજનીતિ માટે મોટો ઇશારો
કર્ણાટકના પરિણામોથી ભાજપ લેશે બોધપાઠ!
પોસ્ટર લગાવ્યા બાદ કોંગ્રેસ નેતાએ નિવેદન આપ્યું
સિદ્ધારમૈયા અને ડી.કે. શિવકુમારના સમર્થકો દ્વારા પોસ્ટરો લગાવવાના મુદ્દે કર્ણાટક કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ રામલિંગા રેડ્ડીએ કહ્યું કે, “અમે આજે સાંજે 6 વાગ્યે કોંગ્રેસ ધારાસભ્ય દળ (CLP)ની બેઠક કરીશું.” જેમાં AICC પ્રમુખ અને મહામંત્રી અભિપ્રાય લઈને મુખ્યમંત્રીની પસંદગી કરશે. દરેક પક્ષમાં કોઈને કોઈ મહત્ત્વાકાંક્ષાઓ હોય છે, પરંતુ એક જ મુખ્યમંત્રી એવો હશે જેને આપણા ધારાસભ્યો અને હાઈકમાન્ડ દ્વારા ચૂંટાશે.
ડીકે શિવકુમારે શું કહ્યું…
કર્ણાટકમાં સ્પષ્ટ બહુમત મળ્યા બાદ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ ડીકે શિવકુમારે કહ્યુ કે, સોનિયા ગાંધી અને ગાંધી ગાંધીને મેં જે વચન આપ્યા હતા, તે જે નિભાવ્યા છે. હું સમગ્ર કર્ણાટકની જનતાના ચરણોમાં પડીને તેમના આર્શીવાદ માંગુ છુ અને સમર્થન આપવા બદલ તેમનો આભારી છું. જનતાએ અમારા પર વિશ્વાસ કર્યો અને મત આપ્યા છે. હું ભૂલી શકતો નથી, જ્યારે સોનિયા ગાંધી મને મળવા માટે જેલ આવ્યા હતા. મારા પર વિશ્વાક દાખવવા બદલ હું ગાંધી પરિવાર અને સિદ્ધારામૈયા સહિત પક્ષના તમામ નેતાઓનું આભારી છું.
ભાજપ મુક્ત દક્ષિણ ભારત – મલ્લિકાર્જુન ખડગે
કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે આ એક મોટી જીત છે. જેના કારણે સમગ્ર દેશમાં એક નવી ઉર્જાનો સંચાર થયો હતો. ભાજપ અમને ટોણો મારતો હતો અને કહેતો હતો કે અમે ‘કોંગ્રેસ મુક્ત ભારત’ બનાવીશું. હવે સત્ય એ છે કે આ ‘ભાજપ મુક્ત દક્ષિણ ભારત’ છે.
અમે લોકોના મતદાન અધિકારનું સન્માન કરીએ છીએઃ યેદિયુરપ્પા
ભાજપના વરિષ્ઠ નેતા બીએસ યેદિયુરપ્પાએ નિવેદન આપ્યું હતું કે અમે લોકોના મતદાન અધિકારનું સન્માન કરીએ છીએ. હવે અમે વિપક્ષની ભૂમિકા ભજવીશું અને કાર્યકરો સાથે બેસીને જ્યાં ભૂલ થઈ હશે ત્યાં વિચારમંથન કરીશું. ભાજપના કાર્યકરોએ પૂરી ઈમાનદારી અને મહેનતથી કામ કર્યું છે.
પૂર્વ સીએમએ કહ્યું કે ભાજપ માટે જીત અને હાર કોઈ મોટી વાત નથી. બે બેઠકોથી શરૂઆત કરીને ભાજપ આજે સૌથી મોટી પાર્ટી બની ગઈ છે. અમને મત આપવા બદલ અમે જનતાનો આભાર માનીએ છીએ. પાર્ટીના કાર્યકરોએ આ પરિણામોની ચિંતા કરવાની જરૂર નથી.
હારની જવાબદારી મારી છે – બોમ્મઇ
કર્ણાટકના સીએમ બસવરાજ બોમ્મઇ કહ્યું કે અમે જનતાના નિર્ણયને સ્વીકારીએ છીએ. હારની જવાબદારી મારી છે. અમે વિશ્લેષણ કરીશું કે અમે ક્યાં ખોટું કર્યું.