Today Gujarati News (Desk)
કાનપુરના નરવલમાં થયેલી દુર્ઘટનામાં ચાર માસૂમ બાળકોના તળાવમાં ડૂબી જવાથી મોત નીપજ્યા. એક સાથે ચાર બાળકોના મોત બાદ વિસ્તારમાં સનસની ફેલાઈ ગઈ. ગ્રામજનોની માહિતીના આધારે પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી. ચારેય બાળકોને હોસ્પિટલ પહોંચાડાયા જ્યાંથી ટ્રોમા સેન્ટર ટ્રાન્સફર કરવામાં આવ્યા.
ઘટનાની માહિતીના આધારે ડીએમ અને સીપી પણ ટ્રોમા સેન્ટર પહોંચ્યા. ઘટનાથી રોષે ભરાયેલા ગ્રામજનોએ ખૂબ હોબાળો કર્યો. મળતી માહિતી અનુસાર નરવલના મુખ્ય કાર્યાલય પરિસરમાં નવનિર્મિત અમૃત તળાવ બન્યુ છે. તળાવમાં ઉતરવા કે નહાવા પર કોઈ રોક લગાવવામાં આવી નથી. જેના કારણે નહાવા દરમિયાન ચાર બાળકોના ડૂબવાથી મોત નીપજ્યા. સ્કુલમાં હાફ ડે બાદ ચારેય બાળકો તળાવમાં નહાવા પહોંચી ગયા હતા.
માહિતી મળતા ઘટના સ્થળે પહોંચેલી પોલીસે ચારેય બાળકોના મૃતદેહને તળાવમાંથી બહાર કઢાવડાયા છે. જે બાદ હોસ્પિટલ મોકલાયા જ્યાં ડોક્ટરોએ ચારેયને મૃત જાહેર કરી દીધા છે.