Today Gujarati News (Desk)
કારગિલ યુદ્ધના હીરો, વીર ચક્રથી સન્માનિત સુબેદાર મેજર ત્સેવાંગ મુરોપનો ગઈકાલે રાત્રે લેહ નજીક માર્ગ અકસ્માત થતા તેઓ શહીદ થયા છે. મેજર મુરોપની શહીદી અંગે અધિકારીઓએ રવિવારે માહિતી આપી હતી. ફાયર એન્ડ ફ્યુરી કોર્પ્સ કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ રશિમ બાલીએ કારગિલ યુદ્ધના હીરોના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. લેફ્ટનન્ટ જનરલ રશિમ બાલીએ સુબેદાર મેજરના ઘરે જઈને ભારતીય સેના વતી સંવેદના વ્યક્ત કરી હતી. રશિમ બાલી તેમના પિતા અશોક ચક્ર (સેવા નિવૃત્ત)થી સન્માનીત નાયબ સુબેદાર ચેરિંગ મુતોપ સહિત આખા પરિવારને મળ્યા હતા.
ફાયર એન્ડ ફ્યુરી કોર્પ્સના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પર ટ્વિટ કરવામાં આવ્યું છે કે, ફાયર એન્ડ ફ્યુરી કોર્પ્સ વીર ચક્રથી સન્માનિત બહાદુર સુબેદાર મેજર ત્સેવાંગ મોરૂપના દુઃખદ નિધન પર શોક વ્યક્ત કરે છે. ઉપરાંત સેવા આપતા અને પૂર્વ જવાનોએ સોશિયલ મીડિયા પર સુબેદાર મેજર ત્સેવાંગ મુરોપને શ્રદ્ધાંજલિ આપી છે.