Today Gujarati News (Desk)
કેન્દ્રીય પરિવહન મંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા નીતિન ગડકરીને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. ગડકરીની નાગપુર ઓફિસમાં ફોન કરીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે.
નાગપુરમાં કેન્દ્રીય મંત્રીના જનસંપર્ક કાર્યાલયના લેન્ડલાઈન નંબર પર ત્રણ વખત ધમકીભર્યા કોલ આવ્યા છે. દાઉદના નામે ધમકીઓ આપવામાં આવી છે. 100 કરોડની રકમ માંગવામાં આવી હોવાનું કહેવામાં આવી રહ્યું છે . પૈસા ન આપવા બદલ જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે. ધમકીનો ફોન આવતા જ ગડકરીની નાગપુર ઓફિસની સુરક્ષા વધારી દેવામાં આવી છે.
Contact us for News and Advertisement at: 8154977476 / 6356624878