Today Gujarati News (Desk)
કોંગ્રેસની ભારત જોડો યાત્રા બાદ હવે કોંગ્રેસ હાથ સે હાથ જોડો યાત્રા શરૂ કરશે. સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે કોંગ્રેસ હાથ સે હાથ જોડો યાત્રા ફેબ્રુઆરીમાં ગુજરાતથી શરૂઆત થશે અને 2 મહીના સુધી ચાલશે. આ હાથ સે હાથ જોડો યાત્રાનો કોંગ્રેસે લોગો લોન્ચ કર્યો છે. કોંગ્રેસ હાથ સે હાથ જોડો યાત્રામાં દેશના તમામ ગ્રામ પંચાયત અને મતદાન મથક વિભાગોને આવરી લેશે. દેશમાં મળતી નફરતની રાજનીતિ દૂર કરવા ભાઇચારાની ભાવના અને દેશની અખંડિતતા માટે કોંગ્રેસે હાથ સે હાથ જોડો યાત્રાનું આયોજન કર્યું છે.
ભારત જોડો યાત્રા બાદ હાથથી હાથ જોડો યાત્રા
દેશમાં કોંગ્રેસ દ્રારા કન્યાકુમારીથી કાશ્મીર સુધીની ભારત જોડો યાત્રા ચાલી રહી છે. આ યાત્રામાં દરેક ધર્મના અને જુદી જુદી જાતિના લોકોને જોડીને સંગઠિત કરવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે. આ દરમિયાન દિલ્હી ખાતે ગઈકાલે કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલે હાથ સે હાથ જોડો અભિયાનનો લોગો બહાર પાડ્યો હતો. આ સાથે કોંગ્રેસે કેન્દ્ર સરકાર સામે ચાર્જશીટ પણ જારી કરી હતી જેમાં કેન્દ્ર સરકારની નીતિઓની ટીકા કરવામાં આવી છે.કોંગ્રેસ આગામી લોકસભા માટે એક નવા અભિયાનની શરુઆત કરવા જઈ રહી છે. લોકસભાની ચૂંટણીને હવે એક વર્ષ જેટલો સમય બાકી છે ત્યારે કોંગ્રેસ દ્વારા લોકસભાની તૈયારીના ભાગરુપે નવા અભિયાનની શરુઆત આગામી ફેબ્રુઆરીથી કરશે. કોંગ્રેસની ભારત જોડો યાત્રા બાદ હાથ સે હાથ જોડો યાત્રા આગામી મહિનાથી શરુ થશે અને બે મહિનામાં આ અભિયાનમાં દેશના દરેક ગ્રામ પંચાયત અને મતદાન મથકના વિસ્તારને આવરી લેવામાં આવશે. કોંગ્રેસે ગુજરાત વિધાનસભામાં થયેલો કારમો પરાજય ભુલીને આગામી લોકસભાની ચૂંટણીમાં ધ્યાન કેન્દ્રિત કર્યુ છે.