Today Gujarati News (Desk)
દેશમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 7,830 નવા કેસ નોંધાયા છે. જે 223 દિવસોમાં સૌથી વધુ છે. ગત વર્ષે સપ્ટેમ્બરમાં 1 તારીખે 7946 કેસ નોંધાયા હતા. હવે આજે દેશમાં સક્રિય કેસની કુલ સંખ્યા 40,215 થઈ ચૂકી છે. છેલ્લા 24 કલાકમાં 4,692 લોકો કોરોનાથી સાજા થયા હતા. તે જ સમયે કોરોનાથી સાજા થનારા લોકોની કુલ સંખ્યા 4,42,04,771 થઈ છે. રિકવરી રેટની વાત કરીએ તો તે 98.72% છે. દરરોજનો પોઝિટિવિટી રેટ 3.65% છે અને વીકલી પોઝિટિવિટી રેટ પણ 3.83% નોંધાયો હતો. અત્યાર સુધીમાં દેશભરમાં રસીના કુલ 220.66 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે.
મહારાષ્ટ્રમાં કોરોનાના આંકડામાં મોટો ઉછાળો
મહારાષ્ટ્રમાં પણ કોરોનાના આંકડામાં મોટો ઉછાળો આવ્યો છે. મંગળવારે મહારાષ્ટ્રમાં 24 કલાકમાં 919 નવા કેસ મળી આવ્યા હતા જ્યારે 1 દર્દીનું મોત થયું હતું. એક્ટિવ કેસની કુલ સંખ્યા વધીને 4 હજાર 875 થઈ ગઈ હતી. મુંબઈમાં 24 કલાકમાં 242 નવા કેસ નોંધાયા હતા. હાલમાં મુંબઈની હોસ્પિટલમાં કોરોનાના 110 દર્દીઓ દાખલ છે. એક્ટિવ કેસની કુલ સંખ્યા વધીને 1 હજાર 478 થઈ ગઈ છે. મુંબઈમાં પોઝિટિવિટી રેટ 13.48% થઈ ગયો છે.
કોરોનાને કારણે ફરી ચિંતા વધી, જુઓ આ મહિને કઈ તારીખે કેટલા કેસ નોંધાયા
1.એપ્રિલ: 2993 કેસ
2.એપ્રિલઃ 3823 કેસ
3.એપ્રિલ: 3641 કેસ
4.એપ્રિલ: 3038 કેસ
5.એપ્રિલઃ 4435 કેસ
6.એપ્રિલઃ 5335 કેસ
7.એપ્રિલ: 6050 કેસ
8.એપ્રિલઃ 6155 કેસ
9.એપ્રિલ: 5357 કેસ
10. એપ્રિલ: 5880 કેસ
11.એપ્રિલ: 5676 કેસ
દિલ્હીમાં વધી રહેલા કેસ પણ ચિંતાનો વિષય છે
દિલ્હીમાં પણ કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે. મંગળવારે દિલ્હીમાં 24 કલાકમાં 980 નવા કેસ નોંધાયા હતા અને બે દર્દીઓના મોત પણ નોંધાયા હતા. હાલમાં, અહીં સૌથી ચિંતાજનક બાબત એ છે કે અહીં સંક્રમણનો દર હજુ પણ 26 ટકાની આસપાસ છે. દિલ્હીમાં એક્ટિવ કોરોના કેસ વધીને 2,876 થઈ ગયા છે.