Today Gujarati News (Desk)
સુરતમાં એક ચોંકાવનારી ઘટના બીન છે. એક યુવક કિશન પટેલનું ક્રિકેટ રમતા સમયે મોત નિપજ્યું છે. સુરતના જહાંગીરપુરાનો યુવક કામરેજના શેખપુર ગામે રવિવારે ક્રિકેટ રમવા ગયો હતો. જ્યાં રમતા રમતા તે અચાનક બેભાન થઈ ગયો હતો. જેના બાદ તેને સુરત ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. હોસ્પિટલમાં હાજર તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતના કામરેજ વિસ્તારમાં આ બનાવ બન્યો હતો. કામરેજ તાલુકાના સેખપુર ગામનો યુવક કિશન પટેલ રવિવારે ઓલપાડના સેલૂટ ગામે ક્રિકેટ રમવા ગયો હતો. ક્રિકેટ રમતા સમયે કિશનને આંખે અંધારા આવી ગયા હતા, અને તે બેહોશ થઈ ગયો હતો. જેના બાદ તેને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવાયો હતો. પરંતુ સારવાર દરમિયાન તેનુ મોત નિપજ્યુ હતું. કડકડતી ઠંડીમાં હૃદય બેસી જવાના અનેક બનાવો બનતા હોય છે. કાતિલ ઠંડીમા હાર્ટ એટેકના કિસ્સા વધી રહ્યાં છે. પરંતુ હવે તો યુવા વર્ગ પણ તેનો ભોગ બની રહ્યાં છે. યુવાનોમાં હાર્ટ એટેકના કેસમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે રાજકોટમાં હાર્ટ એટેકથી એક સાથે બે યુવકોના મોત નિપજ્યા હતા. એક યુવકનું ફૂટબોલ રમતા સમયે અને બીજા યુવકનુ ક્રિકેટ રમતા સમયે મોત થયું હતુ. ફૂટબોલ રમતી વખતે હાર્ટ એટેક આવતા 21 વર્ષીય યુવકનું મોત થયું હતું. રાજકોટના રેસકોર્સ વિસ્તારમાં મિત્રો સાથે ક્રિકેટ રમવા આવેલા રવિ વેગડાનું આકસ્મિક મોત નિપજ્યુ હતું. ક્રિકેટ મેચ દરમિયાન ટેનિસનો દડો વાગ્યો હતો, જેથી તેણે રનર રાખીને 22 રન ફટાકાર્યા હતા. પરંતુ બાદનું તેનુ હાર્ટ ફેઈલ થયુ હતું