Today Gujarati News (Desk)
જે રીતે લોકો પોતાનો ખ્યાલ રાખે છે તે રીતે પોતાની ગાડીનો પણ ખ્યાલ રાખવો જોઈએ. આ સાથે ગાડીના ટાયર, એન્જીન, પાણીની દેખરેખ રાખવી જરુરી છે. ઘણીવાર ગાડીના પાર્ટસ જુના થઈ ગયા હોય છે. જેના કારણે ગરમીમાં વાહન જલ્દીથી બગડવાની શક્યતા રહે છે. આટલુ જ નહી પણ વધારે ગરમીના કારણે ગાડીમાં આગ લાગવાની શક્યતા રહેલી છે. તેથી તમારી પાસે પણ જો ગાડી હોય તો આ પાંચ ટીપ્સ ધ્યાનમાં રાખવા જેવી બાબતો છે.
1. ગરમીની મોસમમાં કારના ટાયરના પ્રેશરની તપાસ કરાવવી જોઈએ
ગરમીની મોસમમાં ગાડીમાં હવાનું પ્રેશરની તપાસ કરાવવી જરુરી છે. અને ગાડીને જ્યારે હાઈવે પર ચલાવતા હોવ ત્યારે પ્રેશરની દેખરેખ રાખવી જરૂરી છે. અને ગરમીની મોસમમાં ગાડીમાં ટાયરમાં પંચર પડવાની તેમજ ટાયર ફાટવાની સંભાવના વધી જાય છે. તેથી સમય સમય પર ગાડીમાં હવા, પાણી અને ઓઈલની સંભાળ રાખવી ખૂબ જરુરી બને છે.
2. ગરમીની મોસમમાં ઓવરલોડિંગ કરવાથી બચો
ગરમીની મોસમમાં ઓવરલોડિંગ કરવાથી ગાડીના માઈલેજમાં પણ ઓછી થવાની શક્યતા રહેલી છે. અને તેની અસર એન્જીન તેમજ ટાયર પર પણ પડે છે. બૂટ સ્પેસમાં સામાન રાખતી વખતે ઓવરલોડિંગનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. મોટાભાગના લોકો બૂટ સ્પેસમાં વધુ પડતો સામાન રાખતા હોય છે. તેમજ આગળના ભાગે ઓછું વજન હોવાથી પાછળના ટાયરમાં ઘસારો વધુ પડતો હોય છે.
3. ટાયરની એલાઈમેન્ટ અને અદલા-બદલી
જો તમે લાંબી મુસાફરી કરવા જઈ રહ્યા છો, તો એકવાર ચોક્કસ એલાઈમેન્ટ કરાવી દો. બધા ટાયર વચ્ચે બેલેન્સ જાળવવા માટે લોકો અદલા-બદલી પણ કરાવે છે. જેના કારણે પર્વતીય વિસ્તારોમાં ગાડી લપસી પડવાની શક્યતા ઘણી ઓછી રહે છે. ટાયર જલ્દીથી ખરાબ ન થાય કે ફાટી ન જાય તે માટે જ્યારે જરૂરી હોય ત્યારે જ હેન્ડ બ્રેક, બર્નઆઉટ અને સ્લાઇડનો ઉપયોગ કરો.
4. ટાયર વાલ્વ ચેક કરતા રહો
ઉનાળાની ગરમીમાં માત્ર ટાયર જ નહીં પરંતુ તેમાં ટાયરના વાલ્વની પણ તપાસ કરાવી લેવી જરુરી છે. જો ત્યાં કોઈ કેપ લગાવેલ ન હોય તો તમે બહારથી ખરીદી લાવી શકો છો. અને તેને ઇન્સ્ટોલ કરી શકો છો. ટાયર વાલ્વમાંથી હવા લિકેજની તપાસ કરવા માટે તેમાં પાણી નાખી ચેક કરી શકો છો, જો તેમાથી બબલ બહાર આવે ત્યારે સમજી લેવું કે વાલ્વમાં લીકેજ છે.
5. ટાયરમાં નાઈટ્રોજનનો ઉમેરો કરો
ઉનાળાની ટાયરમાં માત્ર હવા જ નહીં પરંતુ હવાની સાથે નાઈટ્રોજન પણ ઉમેરી શકો છો. જેના કારણે વાહન પર ઓછું દબાણ રહે છે અને પંચર પડવાની શક્યતા ઓછી રહે છે. આ સિવાય સ્પેરવીલ ટાયરની પણ કાળજી લેવી જરૂરી છે.