Today Gujarati News (Desk)
દિવસે દિવસે ગરમી વધી રહી છે. ગરમીથી રાહત મેળવવા માટે ઘરમાં જતા જ મોટાભાગના લોકો એસી ચાલુ કરી દેતા હોય છે. એસીના કારણે મહિનાના અંતે લાઈટનું બિલ વધુ આવે છે. પરંતુ એસી ચાલુ કરતા આપણે એવું ભૂલો કરતા હોઈએ છીએ જેના કારણે લાઈટ બીલ વધુ આવે છે. અહિયાં લાઈટ બીલ ઓછું આવે અને વીજળીની બચત પણ થાય તેના માટે કેટલાંક ઉપાયો બતાવવામાં આવ્યા છે.
વીજળી બચાવવા માટે ACનું તાપમાન ઓછું રાખવું
મોટાભાગના લોકોને એસી ચાલુ કરતી વખતે શક્ય એટલું તાપમાન ઘટાડવાની આદત હોય છે. જો કે લઘુત્તમ તાપમાને AC ચલાવવાથી લાઈટ બિલમાં વધારો થાય છે. તેના બદલે પાવર વપરાશ ઘટાડવા માટે તેને 24થી 26°C વચ્ચે રાખવું જોઈએ. ACને થોડાં ઊંચા તાપમાને રાખીને લાઈટના બિલમાં 24% સુધીની બચત કરી શકાય છે.ઠંડી હવા બહાર ન જવા દેવી
એસી ચાલુ કર્યા પછી ઘરનો દરવાજો બંધ રાખવો જોઈએ. પરંતુ ઠંડકને ઑપ્ટિમાઇઝ કરવા અને પાવર વપરાશ ઘટાડવા માટે થોડી વધુ વસ્તુઓ કરી શકાય છે. બારીઓ યોગ્ય રીતે બંધ રાખવી જોઈએ અને સૂર્યપ્રકાશ ઓરડામાં ન આવે તેનું પણ ધ્યાન રાખવું જોઈએ. જો શક્ય હોય તો પડદા રાખવા જોઈએ, આ રૂમને ઝડપથી ઠંડુ કરશે.
એસીને થોડા-થોડા સમયમાં બંધ કરવું
એકવાર રૂમ યોગ્ય રીતે ઠંડો થઈ જાય પછી ACને બંધ કરી દેવું જોઈએ. એકવાર રૂમ ઠંડો થઈ જાય તો તે ઓછામાં ઓછા એક કલાક સુધી ઠંડો જ રહેશે. તેથી આ સમય દરમિયાન AC બંધ રાખવાથી લાઈટ બિલમાં ઘટાડો થશે.
રેગ્યુલર એસીની સર્વિસીંગ કરાવવાથી લાઈટ બિલ ઓછું આવે છે
એસી ફિલ્ટરમાં ગંદકી જમા થવાથી મોટર પર ઠંડી હવા આપવા માટે વધુ લોડ પડે છે, જેના કારણે વીજળીનું વપરાશ પણ વધે છે. એક ગંદા ફિલ્ટરને નવા ફિલ્ટર સાથે બદલવાથી લાઈટ બિલમાં 10થી 15 ટકાનો ઘટાડો થઇ શકે છે.