Today Gujarati News (Desk)
રાજકુમાર સંતોષીની અપકમિંગ ફિલ્મ ‘ગાંધી ગોડસેઃ એક યુદ્ધ'(Gandhi Godse: Ek Yudh)નું ટ્રેલર રીલિઝ થતાં જ વિવાદોમાં ફસાઈ ગયું છે. શુક્રવારે જ્યારે ફિલ્મમેકર્સ પ્રમોશન કરી રહ્યા હતાં, ત્યારે તેમને અમુક વિરોધનો સામનો કરવો પડ્યો હતો. લોકોએ ફિલ્મ પ્રમોશનની ઈવેન્ટમાં અડચણો પણ ઉભી કરી હતી. લોકોએ મેકર્સને કાળા ઝંડા બતાવ્યા. પ્રદર્શન એટલું વધી ગયું હતું કે મેકર્સે પોલીસને બોલાવવી પડી. પ્રદર્શકારીઓએ દાવો કર્યો છે કે, ફિલ્મ મહાત્મા ગાંધીની વિરાસતને કમજોર કરે છે અને તેમના હત્યારો નથૂરામ ગોડસેની મહત્વતના વધારવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યુ છે.
ફિલ્મ ‘ગાંધી ગોડસેઃ એક યુદ્ધ’ની સ્ટોરી રાજકુમાર સંતોષીએ લખી છે અને તેને ડિરેક્ટ પણ કરી છે. આ ફિલ્મ ગાંધી અને ગોડસેની વચ્ચે બે વિરોધી વિચારધારાઓના યુદ્ધને દર્શાવે છે. મીડિયા કાર્યક્રમ દરમિયાન મીડિયાકર્મીઓની વચ્ચે બેઠેલા પ્રદર્શનકારીઓએ કાળા ઝંડા ફરકાવ્યા અને ‘મહાત્મા ગાંધી જીંદાબાદ’ના નારા લાગ્યા હતાં.
પ્રદર્શનકારીઓએ આરોપ લગાવ્યો કે ફિલ્મ ‘ગાંઘી ગોડસેઃ એક યુદ્ધ’ના માધ્યમથી રાજકુમાર સંતોષી 30 જાન્યુઆરી, 1948એ ગાંધીની હત્યા કરનારા વ્યક્તિ નથુરામ ગોડસેની પ્રસિદ્ધી કરવાની કોશિશ કરી રહ્યા છે. જોકે, મેકર્સે પ્રદર્શનકારીઓને ખૂબ સમજાવવાનો પ્રયત્ન કર્યો પરંતુ તેઓ ના માનતા તેમને પોલીસને બોલાવવી પડી.મેકર્સે આ વિશે એક નિવેદન પણ રજૂ કર્યુ છે. જે નિવેદનમાં જણાવવામાં આવી રહ્યુ છે કે પ્રમોશન ઈવેન્ટ દરમિયાન કોઈ અપ્રિય સ્થિતીથી બચવા માટે પોલીસને બોલાવવામાં આવી હતી. રાજકુમાર સંતોષીએ એ પણ કહ્યુ કે તેમની ફિલ્મ ‘ગાંધી ગોડસેઃ એક યુદ્ધ’ ગોડસેની પ્રસિદ્ધી કે નથી કરી રહી.