Today Gujarati News (Desk)
ગીર સોમનાથના કણેરી ગામે ધોરણ 2માં અભ્યાસ કરતા 2 વિદ્યાર્થી ડૂબી ગયા હતા. તેને લઈને ગામલોકોમાં રોષ જોવા મળ્યો છે. લોકો જવાબદાર શિક્ષક સામે કાર્યવાહી કરવાની માંગણી કરી રહ્યા છે. ત્યારે શાળાને તાળીબંધી કરવા પહોંચ્યા હતા ત્યારે પોલીસે તેમને અટકાવ્યા હતા.
મહાશિવરાત્રિના દિવસે દેશભરમાં ધામધૂમપૂર્વક શિવરાત્રી ઉજવાય રહી હતી. ત્યારે ગીર ગઢડાનું કણેરી ગામ હિબકે ચડ્યું હતું. કારણ કે, શુક્રવારે બપોર બાદ અહીં પ્રાથમિક શાળામાં ધોરણ 2માં અભ્યાસ કરતા બે વિદ્યાર્થી કેવલભાઈ રમેશભાઈ વંશ અને નીતિનભાઈ બચુભાઇ બાંભણીયા ગામ પાસેથી પસાર થતી સોમેત નદીમાં ડૂબી જતાં મોત થયા હતા. ઉલ્લેખનીય છે કે, ચાલુ શાળાએ બંને વિદ્યાર્થીઓ લઘુશંકાનું કહીને બહાર ગયા હતા અને ત્યારબાદ કલાકો સુધી પરત ફર્યા નહોતા. આખરે બંનેની શોધખોળ હાથ ધરતા તેમના મૃતદેહ મળી આવ્યા હતા.