Today Gujarati News (Desk)
અમદાવાદમાં ધૂળેટીના પર્વ પર અનેક લોકો ઉમંગના રંગો સાથે રંગાયા હતા. એમાં શહેરના મોટા ક્લબ અને ફાર્મ હાઉસમાં પણ રેઇન ડાન્સ અને મ્યુઝિક નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અમદાવાદના કર્ણાવતી ક્લબમાં રેઇન ડાન્સ દરમિયાન યુવક યુવતીઓ વેન ડાન્સ સાથે ડીજેના તાલે જમ્યા હતા. જ્યારે રાજકોટમાં યુવાધન હોળી-ઘૂળેટીના રંગે રંગાયું હતું. ગુજરાતભરમાં આજે ઘૂળેટીનો ઉત્સવ હર્ષોલ્લાસ સાથે ઉજવાઈ રહ્યો છે.
રંગોના તહેવાર ધૂળેટીની અમદાવાદમાં આજે ધમાકેદાર ઉજવણી થઈ રહી છે. તેમાં પણ યુવાનોમાં સવારથી જ ધૂળેટીનો ઉત્સાહ છે. ત્યારે શહેરમાં 150 કરતાં પણ વધુ પાર્ટીઓનું આયોજન કરવામાં આવ્યું છે. ફાર્મ હાઉસ અને ક્લબ ખાતે સવારથી સાંજ સુધી રંગોની રમઝટ રહેશે. સિંધુ ભવન રોડ, એસ.જી હાઈવે સહિતના વિસ્તારોમાં પાર્ટીના આયોજન કરાયા છે. જ્યારે બીજા બાજુ આજે ધૂળેટીને પગલે સાબરમતી રિવરફ્રન્ટના અલગ અલગ બાગ-બગીયા બંધ રાખવામાં આવ્યા છે.
શહેરની મોટાભાગની બધી જ સોસાયટીમાં સવારથી જ લોકો એકબીજાને રંગવા બહાર આવી ગયા હતા. સાથે જ 150 કરતાં પણ વધુ સ્થળે રેઈન ડાન્સ સહિતના આયોજનમાં કરાયા છે. ત્યારે તેમાં 70 કરતા વધુ પાર્ટી પ્લોટમાં માત્ર રેઇન ડાન્સનું આયોજન કરાયું છે. સિંધુ ભવન રોડ યુવાઓ માટે નવું હરવાફરવાનું સ્થળ બની ગયું છે. જેથી આ રોડ પર સૌથી વધુ 50થી 60 પાર્ટીઓનું આયોજન કરવામાં આવ્યું છે.
રાજકોટ સહીત સમગ્ર સૌરાષ્ટ્રભરમાં ધુળેટીની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. રંગીલું ગણાતું રાજકોટ રંગોનાં તહેવાર ધુળેટીની ઉજવણી મનભરીને કરી રહ્યું છે. શહેરના રેસકોર્સ રિંગરોડ ખાતે ઉત્સાહ, ઉમંગ અને ઉલ્લાસ સાથે રાજકોટવાસીઓ ધુળેટીની ઉજવણી કરી રહ્યા છે. બે વર્ષ બાદ લોકોએ એકબીજાના ચહેરા પર રંગો લગાવ્યા હતા અને શહેરના તમામ મુખ્ય રસ્તા પર અબીલ ગલાલની છોળો ઉડી રહી છે.