Today Gujarati News (Desk)
ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના સભ્યોએ સરકારને એરસ્ટ્રીટ અંગે સવાલ કર્યો હતો. સરકારે લેખિતમાં જવાબ આપતાં કહ્યું હતું કે, નર્મદા જિલ્લામાં 24.11 કરોડના ખર્ચે એરપોર્ટ એરસ્ટ્રીટ નિર્માણ પામશે. આ માટે ટેન્ડરની કામગીરી કરવામાં આવી છે. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના સવાલનો સરકારે આ જવાબ આપ્યો હતો.
હિરાસર ખાતે ઈન્ટરનેશનલ એરપોર્ટ તૈયાર થઈ રહ્યું છે
બીજી તરફ કોંગ્રેસના ધારાસભ્ય સી.જે.ચાવડાએ પણ સવાલ કર્યો હતો કે, ગુજરાતમાં કેટલી જગ્યાએ એરસ્ટ્રીટ નિર્માણ પામશે અને અત્યાર સુધીમાં કેટલો ખર્ચ કરવામાં આવ્યો છે. આ સવાલનો લેખિતમાં જવાબ આપતાં સરકારે કહ્યું હતું કે,રાજ્યમાં મોરબી, અંબાજી, ધોળાવીરા,પ્રસોલી,બગોદરા,દ્વારકા,દહેજ,પાલીતાણાઅંકલેશ્વર,રાજપીપળા, વણોદ અને માંડવી ખાતે એરસ્ટ્રીટ નિર્માણ પામશે. રાજ્યમાં એરસ્ટ્રીટ બનાવવા માટે રાજ્ય સરકારે છેલ્લા બે વર્ષમાં 93 કરોડ 73 લાખ 61 હજાર 931 રૂપિયાનો ખર્ચ કર્યો છે. હાલમાં રાજકોટમાં હિરાસર ખાતે ઈન્ટરનેશનલ એરપોર્ટ તૈયાર થઈ રહ્યું છે.