રીના પરમાર,ટુડે ન્યુઝ ગુજરાતી/ ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસે પોતાના નમીન છઠ્ઠી યાદીમાં ૩૩ ઉમેદવારોના નામો જાહેર કર્યા છે જેમાં જીગ્નેશ મેવાણીને વડગામ,ગેનીબેન ઠાકોરને વાવથી ટિકિટ,જ્યારે વાવ સીટ બદલી થરાદમાં આવેલ ભાજપ ના શંકરભાઈ ચોધરીને ટક્કર આપવા પુનઃ સિટીગ વિધાયક ગુલાબસિંહ રાજપૂતને ટિકિટ અપાઈ છે.જ્યારે દાંતા થી કાંતિભાઈ ખરાડી અને ધાનેરા થી નથાભાઈ પટેલ ને પુનઃ રીપીટ કરવામાં આવ્યા છે.
થરાદ બેઠક ,કોંગ્રેસ ,ગુલાબસિંહ રાજપૂત , |
વાવ બેઠક : કોંગ્રેસ ગેનીબેન ઠાકોર |
કોંગ્રેસ ,પાલનપુર સિટીગ વિધાયક મહેશભાઈ પટેલ |
દાંતા બેઠક ,કોંગ્રેસ કાંતિભાઈ ખરાડી |
ધાનેરા બેઠક : કોંગ્રેસ નથાભાઇ પટેલ |
આજે કોંગ્રેસે વધુ 33 ઉમેદવારની જાહેર કરેલ યાદીમાં સિદ્ધપુરમાં ચંદનજી ઠાકોર કોંગ્રેસના ઉમેદવાર
વીજાપુરમાં સી.જે ચાવડા કોંગ્રેસના ઉમેદવાર
ખેડબ્રહ્મામાં તુષાર ચૌધરીને ટિકિટ આપી છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ચૂકી છે.ભાજપે મોટાભાગની સીટો પર ઉમેદવારોના નામ પણ જાહેર થઈ ચૂક્યા છે.ત્યારે વિધાનસભાની ચૂંટણી જીતવા માટે રાજકીય પક્ષો જોરશોરથી પ્રચાર-પ્રસારથી લઈ તમામ તૈયારીઓ કરી રહ્યાં છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ચૂંટણી જીત માટે રાજકીય બેઠકોનો દાવપેચ શરૂ કરી દીધો છે. ભાજપે 166 જેટલા ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે. ત્રણેય પાર્ટીમાં સૌથી ઓછા ઉમેદવારોની જાહેરાત કોંગ્રેસે કરી છે. કોંગ્રેસે ઉમેદવારોની છઠ્ઠી યાદી જાહેર કરી છે જેમાં કોંગ્રેસના વધુ 33 ઉમેદવાર જાહેર કર્યાં છે. થરાદમાં ગુલાબસિંહ રાજપુતને ટિકિટ આપી છે. કોંગ્રેસ અત્યાર સુધી 142 ઉમેદવાર જાહેર કર્યા છે
કોંગ્રેસની જાહેર થયેલ બેઠકના ઉમેદવારની યાદી ..
વડગામ -જિગ્નેશ મેવાણી
વાવ -ગેનીબેન ઠાકોર
થરાદ- ગુલાબસિંહ રાજપુત
ધાનેરા -નાથાભાઈ પટેલ
દાંતા -કાંતિભાઈ ખરાડી
વડગામ -જીજ્ઞેશ મેવાણી
રાધનપુર -રઘુ દેસાઈ
ચાણસ્મા -દિનેશભાઈ ઠાકોર
પાટણ -કિરિટ પટેલ
સિદ્ધપુર- ચંદનજી ઠાકોર
વીજાપુર -સી.જે ચાવડા
ખેડબ્રહ્મા -તુષાર ચૌધરી
મોડાસા -રાજેન્દ્રસિંહ ઠાકોર
માણસા -બાબુભાઈ ઠાકોર
કલોલ -બળદેવજી ઠાકોર
વેજલપુર- રાજેન્દ્ર પટેલ
વટવા -બળવંત ગઢવી
નિકોલ- રણજીત બારડ
ઠક્કરબાપાનગર-વિજયકુમાર
બાપુનગર-હિંમતસિંહ પટેલ
દરીયાપુર-ગ્યાસુદ્દીન શેખ
જમાલપુર-ખાડીયા -ઈમરાન ખેડાવાલા
દાણીલીમડા -શૈલેશ પરમાર
સાબરમતી -દિનેશ મહિડા
બોરસદ -રાજેન્દ્રસિંહ પરમાર
આંકલાવ- અમિત ચાવડા
સોજીત્રા- પુનમ પરમાર
મહુધા -ઈન્દ્રજીતસિંહ પરમાર
ગરબાડા -ચંદ્રીકા બારૈયા