Today Gujarati News (Desk)
ગુજરાતમાં ત્રણ જગ્યાઓ પર NIA એ સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા પર કાર્યવાહી કર્યા બાદ હવે વધુ એક કટ્ટરપંથી ઈસ્લામિક સંગઠન ગઝવા-એ-હિન્દ નિશાના પર છે. જેના પગલે કેન્દ્રીય એજન્સીએ આજે દેશના અનેક રાજ્યોમાં અડધા ડઝનથી વધુ ઠેકાણાઓ પર દરોડા પાડ્યા છે.
અહેવાલ અનુસાર, NIAએ ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં ગઝવા-એ-હિન્દ સંગઠન સાથે જોડાયેલા લોકોના ઠેકાણાઓ પર દરોડા પાડ્યા છે. આ ત્રણ રાજ્યોના સાત સ્થળો પર NIAની કાર્યવાહી શરુ કરવામાં આવી છે. એજન્સીએ મહારાષ્ટ્રમાં ત્રણ જગ્યાએ, ગુજરાતમાં ત્રણ જગ્યાએ અને મધ્યપ્રદેશમાં એક જગ્યાએ દરોડા પાડ્યા છે
સુરત, બોટાદ અને વાપીમાં NIAના દરોડા
ગુજરાતમાં NIAની ટીમ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. ગઝવા-એ-હિન્દ સંગઠનની આતંકી પ્રવૃત્તિમાં સંડોવણીને કારણે NIA ટીમે સુરત, બોટાદ અને વાપીમાં તપાસ હાથ ધરી છે. ગઝવા-એ-હિન્દ સંગઠનના ગુજરાત કનેક્શનની તપાસ કરવામાં આવી રહી છે.
NIA એ કાર્યવાહી શરુ કરી
NIAની ટીમ બોટાદ, સુરત અને વાપીમાં દરોડા પડ્યા છે. બોટાદના રાણપુર અને વાપીમાં તપાસ કરવામાં આવી રહી છે. રાણપુરમાં અબ્દુલ વૈદ, સુરતમાં મોહમ્મદ સોહેલ અને વાપીમાં ફરાઝખાનના નિવાસ સ્થાને NIAની ટીમ પહોંચી અને કાર્યવાહી પક્રિયા શરુ કરી છે.